શુ આપનું મકાન આપ માટે ફળદાયી નથી ?

શુક્રવાર, 26 ડિસેમ્બર 2014 (12:55 IST)
હંમેશા વિધ્નહર્તા ગણપતિ ભગવાન બધાની કામના પૂરી કરતા આવ્યા છે. જો તમે નવુ મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છોત અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે નિમ્ન ઉપાય અજમાવો. ભગવાન ગણેશ તમારી બધી સમસ્યાઓને દૂર કરીને તમને નવુ મકાન અપાવવામાં જરૂર મદદ કરશે. 

ગણપતિજીનુ બીજ મંત્ર 'ગ' છે આ અક્ષરના મંત્રનો જપ કરવાથી બધી કામનાઓ પૂર્ણ થાય છે. ષડાક્ષર મંત્રનો જાપ આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ આપનાર છે. 

* 'ૐ ગ ગણપતયે નમ:' 
* 'ૐ શ્રી વિઘ્નેશ્વાર્ય નમ:' 
* 'ૐ શ્રી ગણેશાય નમ:' 
* 'નિર્હન્યાસ નમ:, અવિનાય નમ: 

જેવા મંત્રોથી યુક્ત વિધ્નહર્તા ભગવાન ગણપતિની મૂર્તિ એ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ, જેના ઘરમાં હંમેશા આર્થિક મુશ્કેલી, કંકાસ, વિધ્ન, અશાંતિ, ક્લેશ, તણાવ, માનસિક સંતાપ વગેરે દુર્ગુણનો વાસ હોય છે. 

જો ખરીદેલુ નવુ મકાન તમારા માટે ફળદાયી નથી - જે નવા ઘરમાં પ્રવેશ કર્યા પછી પતિ-પત્નીમાં તણાવ, બાળકોમાં અશાંતિનો દોષ જોવા મળે છે, તો આવા ઘરમાં શ્રીગણેશની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. આવુ કરવાથી શીઘ્ર ચમત્કાર થશે અને તમારું નવુ ઘર અનેક ખુશીઓ લઈને આવશે. 

સાથે જ ધનદાયક ગણપતિની મૂર્તિની સાથે શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, મમિકુંડલમડિતાય નમ:, મહાલક્ષ્મી પ્રિયતમાય નમ:, સિદ્ધ લક્ષ્મી મનોરપ્રાય નમ: લક્ષધીશ પ્રિયાય નમ:, કોટિઘીશ્વરાય નમ: જેવા મંત્રોનો ઉચ્ચાર થાય છે. આવા મંત્રોનો જાપ કરીને તમે સંપત્તિવાન બનશો અને સાથે સાથે તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

વેબદુનિયા પર વાંચો