વાર્ષિક રાશિફળ 2015 - જાણો કેવુ રહેશે વૃશ્ચિક રાશિના લોકો માટે નવુ વર્ષ 2015

બુધવાર, 31 ડિસેમ્બર 2014 (12:10 IST)
પારિવારિક ભવિષ્યફળ - પારિવારિક બાબતોમાં આ વર્ષ સારુ પરિણામ આપવાના સંકેત કરી રહ્યુ છે.  વૃશ્ચિક રાશિફળ 2015 ના મુજબ પારિવારિક સુખ સમૃદ્ધિના સારા રહેવાની આશા છે. તમે તમારા પરિજનોને પ્રસન્ન રાખવનો પ્રયાસ કરશો. પરિવારના સભ્યોની સંખ્યામાં વધારો થવાના યોગ છે. વૃશ્ચિક રાશિફળ 2015 સંકેત કરે છે કે સંતાનને લઈને પણ સારા સમાચાર મળશે. પરિવારના બધા લોકો તમારુ સન્માન અને આદર કરશે. પરિવારના લોકોની ઈચ્છાઓ અને આંકાક્ષાઓની પૂર્તિ થશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્ય પણ થઈ શકે છે. 
સ્વાસ્થ્ય ભવિષ્યફળ - શનિના પ્રથમ ભાવમાં ઉપસ્થિત રહેવાને કારણે તમારે સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવી પડશે. આમ તો કોઈ  જૂની બીમારી નથી તો સામાન્ય સ્વાસ્થ્ય સારુ રહેશ્ પણ જો કોઈ જૂની બીમારી છે તો વર્ષના બીજા ભાગમાં તમારા સ્વાસ્થ્યનો વિશેષ ખ્યાલ રાખો. વૃશ્ચિક રાશિફળ 2015  સંકેત આપી રહ્યુ છે કે વર્ષના પ્રથમ ભાગમાં ગુરૂવારની દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે. તેથી પ્રથમ ભાગમાં કોઈ પ્રકારની મુશ્કેલીની શક્યતા ઓછી છે. વૃશ્ચિક રાશિફળ 2015  તમને સચેત કરે છે કે શનિનો પ્રભાવના કારણે જો કોઈ મુશ્કેલી થઈ રહી છે તો આયુર્વેદ જડી-બુટી અને યોગાભ્યાસ વગેરેથી સારો લાભ મળશે. 
પ્રેમ અને વૈવાહિક ભવિષ્યફળ 
 
પ્રેમ પ્રસંગો માટે વર્ષનો પ્રથમ ભાગ ઘણો સારો છે.  વૃશ્ચિક ભવિષ્યફળ 2015 બતાવી રહ્યુ છે કે તમારી ઈચ્છાઓ અને આકાંક્ષાઓની પૂર્તિ થશે. નવમ ભાવમાં સ્થિત ગુરૂ તમારા પ્રેમમાં અને પ્રગાઢતા લાવશે. પ્રેમ પાત્રની સાથે ક્યાય ફરવાની  પણ યોજના બની શકે છે. સગાઈ માટે પણ સમય અનુકૂળ છે. જેમની વય લગ્નની થઈ ચુકી છે. તેમનુ લગ્ન થવાની શક્યતાઓ મજબૂત થઈ રહી છે. પરણેલા લોકો માટે પણ સમય અનુકૂળ છે. વર્ષના બીજા ભાગમાં કામની વ્યસ્તતાને કારણે તમે તમારા સંબંધોને વધુ સમય નહી આપી શકો.  વૃશ્ચિક રાશિફળ 2015ના હિસાબથી કેતુની પંચમમાં હાજરીને જોતા નાની નાની વાતમાં અટવાતા બચો. 
 
વૃશ્ચિક રાશિફળ 2015 - કાર્યક્ષેત્ર ભવિષ્યફળ 
 
આ વર્ષ વેપાર વ્યવસાય માટે ખૂબ અનુકૂળ છે. જો તમારુ સ્વાસ્થ્ય સારુ છે અને તમે મહેનત કરવામાં સમર્થ છો તો મહેનત કરનારાઓની હાર નથી થતી પણ સારા પરિણામ મળશે. વર્ષના પ્રથમ ભાગમાં કામ ઘંઘાને લઈને યાત્રાઓ કરવી પડી શકે છે. તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવી વ્યવસાયિક યાત્રા કરશો. અનુભવી લોકો સાથે સંપર્ક વધશે. વેપારના વિસ્તૃત થવાની શક્યતા છે. જો વિદેશ જવા માટે પ્રયાસરત છો તો આ કામમાં સફળતા મળશે.  વર્ષના બીજા ભાગમાં પણ તમે પુરા મનથી કામમાં લાગી જશો. અને જ્યારે મનથી કામ કરશો તો સારા પરિણામોનુ મળવુ સ્વાભાવિક છે. વૃશ્ચિક રાશિફળ 2015 કહે છે કે જો નોકરિયાત છો તો તમારી પદોન્નતિ શક્ય છે. નોકરીની હાલતમાં પણ સુધારો થશે.  
આર્થિક ભવિષ્યફળ - વૃશ્વિક રાશિફળ 2015ના મુજબ ધનના હિસાબથી આ વર્ષ સારુ પરિણામ આપનારુ રહેશે. વર્ષની શરૂઆતમાં જો તમારા પૈસા ક્યાક ફસાયા છે તો થોડા સમય પ્રયાસ કરશો તો તે તમણે મળી જશે. આ સમયમાં કરવામાં આવેલ યાત્રાઓ આર્થિક સમૃદ્ધિમાં સહાયક રહેશે. વર્ષના બીજા ભાગમાં તમે તમારી મહેનતના દમ પર સારુ કમાવી શકો છો. પણ જો તમારા સ્વાસ્થ્યને અવગણીને કામ કરશો તો થોડાક પૈસા દવાઓ પર પણ ખર્ચ કરવો પડી શકે છે. વૃશ્ચિક 2015 રાશિફળ તમને સજાગ કરે છે કે કોઈ સ્વજનના બીમાર કે કર્જદાર હોવાને કારણે તમને થોડો ખર્ચ કરવો પડી શકે છે.  
 
શૈક્ષણિક ભવિષ્યફળ 
 
વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અનુકૂળતા લીધેલુ છે. ઘર પરિવારના લોકો શિક્ષા બાબતે યથાશક્તિ તમને સહયોગ કરશે. જો તમે દૂર દેશમાં જઈને અભ્યાસ કરવા માંગો છો તો તમારે માટે આ સમય અનુકૂળ છે. જો તમે કોકી પ્રતિયોગી પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છો તો પણ સારુ પરિણામ મળશે. વૃશ્ચિક રાશિફળ 2015 મુજબ જો ત્મએ દર્શન અને સાહિત્યના વિદ્યાર્થી છો તો તમને વિશેષ સફળતા મળી શકે છે. કોઈ નવા વિષયમાં પણ તમારી રુચિ વધી શકે છે. 
 
વૃશ્ચિક 2015 રાશિફળ ઉપાય 
 
-દારૂ અને માસહારનો ત્યાગ કરો અને વાંદરાઓની સેવા કરો 
- ગુરૂ. સાધુ અને પીપળની પૂજા કરો. 
 
આશા છે કે આ વૃશ્ચિક રાશિફળ 2015થી તમને જરૂર લાભ થશે. વર્ષ 2015 તમારા જીવનમાં ઘણી બધી ખુશીયો લાવે.  
 

વેબદુનિયા પર વાંચો