સૂર્ય દેવનો કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ - જાણો કંઈ રાશિ પર શુ થશે અસર ?
શુક્રવાર, 21 ઑગસ્ટ 2015 (13:17 IST)
સૂર્ય દેવ દરેક રાશિમાં એક મહિનો રહે છે અને આ રીતે બાર મહિનામાં બાર રાશિયોમાં ભ્રમણ કરે છે. 17 ઓગસ્ટના રોજ સૂર્ય દેવ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પહોંચી ચુક્યા છે. સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ છે જેનો સ્વામી ખુદ સૂર્યદેવ છે.
જ્યોતિષશાસ્ત્રી ચન્દ્રપ્રભા બતાવે છે કે સિંહ રાશિમાં સૂર્યના આગમનથી સૂર્યનો ગુરૂ અને બુધ સાથે યુતિ સંબંધ બંધાયોછે. સાથે જ કેતુ સાથે ષડાષ્ટમ સંબંધ જ્યારે કે રાહુ મંગળ અને શુક્ર સાથે દ્ર્વિદ્વાદશ સંબંધ. આવામાં સૂર્યના મજબૂત થવા પર પણ તેમનો પ્રભાવ ખૂબ સારો નહી રહે. દેશ દુનિયાની વાત કરીએ તો સીમા પર આતંકી ગતિવિધિયો વધી શકે છે. તેથી સેના અને પોલીસને વધુ સજગ અને સતર્ક રહેવુ પડશે. રાજનીતિક ગતિરોધ વધશે જેનાથી લોકોને પરેશાની થઈ શકે છે. સરકારી આંકડામાં મોંઘવારી દર ભલે ઓછો દેખાશે પણ જમીની હકીકત એ છે કે સામાન્ય જનતાને રોજબરોજની વસ્તુઓમાં પોતાના
ખિસ્સુ હળવુ કરવુ પડશે.
રાશિયો પર પ્રભાવની વાત કરીએ તો સિંહ રાશિવાલા આ દિવસોમાં વધુ ઉર્જાવાન અને સક્રિય રહેશે. અન્ય રાશિયો પર સૂર્યનો
પ્રભાવ આ રીતે રહેશે.
સૂર્યનો સિંહ રાશિમાં આવવુ મેષ રાશિવાળા માટે સકારાત્મક ફળ આપનારુ રહેશે. આ રાશિના વ્યક્તિ વધુ ઉત્સાહિત અને કાર્ય પ્રત્યે સજગ રહેશે. વર્તમાન દિવસોમાં તેઓ દરેક ક્ષણે આનંદથી જીવવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં સમય અનુકૂળ લાગે છે.
વૃષ રાશિવાળા હવે આવતા એક મહિનો સાચવીને કામ કરે. ખાસ કરીને આર્થિક મામલે. તેમા તમને લાભ મળવાની સારી શક્યતા બની રહી છે.
મિથુન રાશિવાળા માટે સૂર્યનો ગોચર ભૌતિક સુખ આપનારો રહેશે. પણ સલાહ છેકે બજેટનું ધ્યાન રાખો.
કર્ક રાશિવાળાએ આરોગ્યનુ ધ્યાન રાખવુ જોઈએ. લાંબી યાત્રાની યોજના બની શકે છે.
સિંહ રાશિ પર સૂર્ય ગોચર કરી રહ્યો છે. આવામાં તમે અહંકારે અને આત્મભિમાની હોઈ શકો છો. સંયમથી કામ લો.
કન્યા રાશિવાળા સાચવીને રહે તમારા રહસ્યો ખુલી શકે છે.
તુલા રાશિવાળા વ્યક્તિઓ માટે આગામી એક મહિનો મિશ્રિત રહેશે. અનેક મામલે તેમને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે.
વૃશ્ચિક રાશિવાળા માટે આગામી એક મહિનો ઉન્નતિ અને પ્રગતિ પ્રદાન કરનારો રહેશે. તમારે અવસરોનો લાભ ઉઠાવવો જોઈએ.
ધનુ રાશિવાળાની રુચિ દાન-પુણ્ય અને ધર્મ કર્મમાં રહેશે.
મકર અને મીન રાશિવાળા માટે સૂર્યનો આ ગોચર સામાન્ય ફળદાયી રહેશે. જ્યારે કે કુંભ રાશિવાળાઓને પારિવારિક મામલે વિશેષ ધ્યાન આપવુ જોઈએ.