આજે વર્ષનો પ્રથમ સૂર્ય ગ્રહણ, જાણો કઈ રાશિ પર શું પડશે પ્રભાવ

ગુરુવાર, 19 માર્ચ 2015 (15:14 IST)
આજે  શુક્રવાર  20.3.2015 ચૈત્ર માસની અમાવસ્યા તિથિ છે અને આ દિવસે વર્ષંનું  પ્રથમ સંપૂર્ણ ખગોળીય સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. સંપૂર્ણ ખગોળીય સૂર્ય ગ્રહણ ત્યારે હોય છે , જયારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવી જાય છે અને પૃથ્વીને પૂર્ણ રૂપથી પોતાના છત્રછાયામાં કરી લે છે. સંપૂર્ણ ગ્રહણના સમયે સૂર્યની રોશની પૂર્ણ રીતે પૃથ્વી પર નજર આવે નથી આવતી  જેના કારણે સૂર્ય ગ્રહણના સમયે અંધારું જેવી સ્થિતિ બને છે. 
 
જ્યોતિષ ખગોળ શાસ્ત્ર મુજબ સૂર્ય પૃથ્વી અને ચંદ્રમાની વિશિષ્ટ સ્થિતિઓના કારણે નિર્મિત થતાં આ ગ્રહણ ભારત અને હિંદમહાસાગરના ભાગમાં નહી જોવા મળે. સંપૂર્ણ ખગોળીય સૂર્ય ગ્રહણ યૂરોપ , અફ્રીકા અને એટલાંટિક મહાસાગરના દેશોમાં જોવાશે. વર્તમાન સમય સ્થિતિ મુજબ સૂર્ય અત્યારે મીન રાશિમાં પૂર્વાભાદ્રપદ નક્ષત્ર ભોગવી રહ્યા છે અને ચંદ્રમા શુકવારે 20.3 2015 આશરે બપોરે 01 વાગ્યાથી 10 મિનિટ પર સૂર્ય  ડિગ્રીની દૂરી પર આવી જશે. આથી સંપૂર્ણ ખગોળીય  સૂર્ય ગ્રહણ ભારતીય રાજધાની ક્ષેત્ર નવી દિલ્હીના રેખાંશ મુજબ બપોરે 1 વાગ્યે 10 મિનિટથી શરૂ થઈને સાંજે 5 વાગ્યે 20 મિનિટ સુધી રહેશે. ગ્રહણનો કુલ સમય 4 કલાક 10 મિનિટ રહેશે. 
 
સામાન્યત: ગ્રહણ કાળથી જીવ માટે શુભ નહી ગણાય. જ્યોતિષશાસ્ત્રના દર્શનિક ખંડ મુજબ ખગોળીય ગ્રહણના સમયે સમસ્ત જીવ પર એના શુભાશુભ પ્રભાવ પડે છે. જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રો મુજબ ગ્રહણ કાળમાં દાન પુણ્ય અને મંત્રજાપનુ  વિશિષ્ટ મહત્વ  જણાવ્યું છે. શાસ્ત્રાનુસાર ગ્રહણથી પૂર્વ અને ગ્રહણ પછી સ્નાન જરૂર કરવું જોઈએ. 
 
 
સંપૂર્ણ ગ્રહણનો વિવિધ  રાશિ ઉપર પ્રભાવ 
 
મેષ રાશિ- આર્થિક હાનિ અને ખૂબ ખર્ચ થઈ શકે છે. 
 
વૃષ રાશિ- અકસ્માત ધન લાભના યોગ છે. 
 
મિથુન રાશિ- કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવવાની શક્યતા છે. 
 
કર્ક રાશિ- દૈવીય કૃપાથી બગડેલા કામ બની શકે છે. 
 
સિંહ રાશિ- શારીરિક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. 
 
કન્યા રાશિ- દાંપત્ય સંબંધોમાં નિકટતા અને મધુરતા આવી શકે છે. 
 
તુલા રાશિ- શારીરિક રોગ અને દૈહિક પીડાની શકયતા છે. 
 
વૃશ્ચિક રાશિ- સંતાન પક્ષથી શુભ સમાચાર મળી શકે છે. 
 
ધનુ રાશિ- પ્રોપર્ટી ક્ષેત્રથી લાભના યોગ છે. 
 
મકર રાશિ- પરાક્ર્મ વધશે અને માન સમ્માન મળી શકે છે. 
 
કુંભ રાશિ- ચોરી અને ધન હાનિના યોગ છે. 

વેબદુનિયા પર વાંચો