આ મહિને ચાર ગ્રહોનું રાશિ પરિવર્તન, જાણો તમારી રાશિ પર શુ થશે અસર

બુધવાર, 15 જુલાઈ 2015 (11:02 IST)
વૈદિક જ્યોતિષ પંચાગના મુહુર્ત પ્રણાલી મુજબ જુલાઈ 2015મા આકાશ મંડળમાં વિદ્યમન નવગ્રહમાંથી ચાર પ્રમુખ પોતાની રાશિ 
 
પરિવર્તન કરીને પોતાની ચાલ બદલવા જઈ રહી છે. આ ચાર મુખ્ય પોતાની રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આ સાથે જ આ ગ્રહોથી બનનારા યોગોમાં પણ પરિવર્તન આવી રહ્યુ છે.  ભારતીય જ્યોતિષના પંચાગ ખંડ મુજબ જુલાઈ 2015માં ગ્રહરાજ સૂર્ય, ગ્રહરાજકુમાર બુધ, દૈત્યગુરૂ શુક્ર, અને દેવગુરૂ બૃહસ્પતિ આ ચાર મુખ્ય ગ્રહોનુ રાશિ પરિવર્તન થવા જઈ રહ્યુ છે. આ ચારેય પ્રમુખ ગ્રહોના રાશિ પરિવર્તનથી સામાન્ય જનમાનસ પર શુભાશુભ પ્રભાવ પડશે. ચારે ગ્રહોનુ રાશિ પરિવર્તન કોઈ જાતક 
માટે લાભ પ્રમોશન સુખ અને ખુશીઓ લઈને આવી રહ્યુ છે. તો બીજી બાજુ આ ચારેય ગ્રહોનું રાશિ પરિવર્તન કોઈના માટે દુ:ખ, 
દુર્ભાગ્ય નિષ્ફળતા પીડા અને તણાવ પણ લઈને આવી રહ્યુ છે. જ્યોતિષ પર આધારિત આ વિશેષ લેખના માધ્યમથી અમે અમારા પાઠકોને બતાવવા જઈ રહ્યા છે કે દ્વાદ્રશ રાશિયો પર કિસ્મતના આ કનેક્શનની શુ ઈફેક્ટ પડવા જઈ રહી છે. 
 
ભારતીય પંચાગ મુજબ જુલાઈ 2015માં સર્વપ્રથમ દૈત્યગુરૂ શુક્ર પોતાનુ રાશિ પરિવર્તન કરશે. રવિવાર તારીખ 05.07.15  સવારે 09 વાગીને 45 મિનિટ પર શુક્રદેવ પોતાના મિત્ર ચંદ્રમાંની રાશિ કર્ક ને બુધના નક્ષત્ર અશ્લેખાને ત્યજીને પોતાના પરમ શત્રુ સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે અને છાયાગ્રહ કેતુના નક્ષત્ર મઘાને ભોગવશે.  આ સાથે જ રવિવાર તારીખ 05.05.15 બપોરે 2 વાગીને 3 મિનિટ પર બુધ પોતાના મિત્ર શુક્રને રાશિ વૃષને ત્યજીને ખુદની રાશિ મિથુનમાં પ્રવેશ કરશે અને મંગળના નક્ષત્ર મૃગશિરાના ત્રીજા ચરણમાં ગોચર કરશે. બુધ સૂર્ય સાથે યુતિ કરીને બુધાદિત્ય યોગને જન્મ આપશે સાથે જ પોતાના પરમ શત્રુ મંગળ સાથે પણ યુતિ કરશે. ત્યારબાદ આ મહિને મંગળવારે તારીખ 14.07.15ના રોજ સવારે 8 વાગીને 46 મિનિટ પર દેવગુરૂ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્ક અને પોત પોતાના પુત્ર બુધ અને નક્ષત્ર અશ્લેષાને ત્યજીને પોતાના શિષ્ય સૂર્યની રાશિ સિંહમાં કેતુના નક્ષત્ર મઘામાં સિંઘાસ્થ બનીને દૈત્યગુરૂ શુક્ર સાથે યુતિ કરશે.  આ ક્રમમાં શુક્રવારે તારીખ 17.07.15 ના રોજ બ્રહ્મ મુહુર્તમાં સવારે 03 વાગીને 25 મિનિટ પર સૂર્યદેવ બુઘને રાશિ મિથુનને ત્યજીને ચદ્રમાંની રાશિ કર્કમાં પ્રવેશ કરશે અને બૃહસ્પતિના નક્ષત્ર પુનર્વસુના ચોથા ચરણમાં ગોચર કરશે. 
 
ચારેય ગ્રહોના આ પરિવર્તનથી ગ્રહ યોગોમાં પણ પરિવર્તન આવશે. આ પરિવર્તનથી શનિદેવ પર ચાલી રહેલ દેવગુરૂ બૃહસ્પતિની પંચમ દ્રષ્ટિ સમાપ્ત થશે. બીજી બાજુ શનિદેવ પોતાની 10 કુદ્રષ્ટિથે દેવગુરૂ બૃહસ્પતિને પીડિત કરશે. આ સાથે જ સૂર્યની રાશિમાં આવીને દેવગુરૂ સિંઘાસ્થ હોવાને કારણે વિવાહ ઉત્સવ પણ પ્રભાવિત થશે. 
 
દૈત્યગુરૂ અને દેવગુરૂનુ સિંહ રાશિમાં મિલન સામાન્ય જનમાનસનુ આર્થિક ઉત્થાન સાથે સાથે બજાર ભાવમાં મંદી લાવશે. પરંતુ 
સરકાર પર મુશ્કેલીઓનો પહાડ પણ તૂટશે. આ ઉપરાંત અનેક દુર્ઘટનાઓ પ્રાકૃતિક વિપદાઓમાં કેટલાક દિવસ વૃદ્ધિ પણ થશે. કુલ મળીને ચારેય ગ્રહોનુ રાશિ પરિવર્તન આવનારા સમયમાં ઉલટફેર અને ઉથલપુથલના સંકેત આપી રહ્યા છે. આવો જાણીએ છે દ્વાદશ રાશિયો પર કૈવો પ્રભાવ પડશે. 


મેષ - ગોચર મિશ્રિત રહેશે.  પરેશાનીયો વધશે.  કાર્યક્ષેત્રમાં નવા અવસર મળશે. પાર્ટનરના સહયોગથી લાભ થશે. આરોગ્ય સંબંધી ઉતાર-ચઢાવ રહેશે. 
 
વૃષ - ગોચર શુભ રહેશે. અચાનક કરવામાં આવેલ નિર્ણયો ફાયદાકારી રહેશે. ફાલતુ ખર્ચા અને ભોગોમાં વૃદ્ધિ થશે. બચત ઓછી થશે. સાવધાનીથી નિર્ણય લો. 
 
મિથુન - ગોચર સારો છે. રોકાયેલા પૈસા મળશે. કાર્યક્ષેત્રમાં લાભ થશે. ભાઈબંધુથી સહયોગ મળશે. કર્જ અને રિસ્ક લેવાથી બચો. ગુસ્સા પર કંટ્રોલ કરો. 
 
કર્ક - ગોચર મધ્યમ છે. બીમારી ફાલતૂ ખર્ચ અને વિવાદના યોગ છે. માનસિક તણાવ અને ભાગદોડ રહેશે. ખોટુ બોલવાથી બચો. નવા કાર્ય કરવાથી બચો. 
 
સિંહ - ગોચર અશુભ છે. અણધારી યાત્રાઓ, ફાલતૂ ખર્ચ અને વિવાદના યોગ છે. કામકાજ પ્રભાવિત થશે. દાંપત્યમાં મતભેદ થશે.  સ્વાસ્થ્ય બગડશે. 
 
કન્યા - ગોચર સામાન્ય છે.  વિવાદ અને રોગ પરેશાન કરશે. માનસિક તણાવથી ઘેરાશે. દાંપત્યમાં ઉતાર-ચઢાવ રહેશે. સ્થાન 
પરિવર્તનના યોગ છે. 
 
તુલા - ગોચર શુભ રહેશે. ખર્ચ વધશે. યોજનાઓ ફલિત થશે. અચાનક ધન મળશે. પ્રમોશન અને આય વૃદ્ધિના યોગ છે.  પરીક્ષામાં સફળતા મળશે. 
 
વૃશ્ચિક - ગોચર માધ્યમ છે.  કિસ્મત સાથ આપશે. ભાઈબંધૂના સહયોગથી રોકાયેલા કાર્ય પુરા થશે.  ખર્ચ વધશે. ખુશખબર મળશે.  પ્રયાસ સફળ થશે. 
 
ધનુ - ગોચર સુખદ છે. સ્થિતિયો અનુકૂળ રહેશે. દાંપત્ય સુખ મળશે. ધન લાભના યોગ છે. કાર્યક્ષેત્રમાં કાયદાકીય અવરોધના કારણે ટેંશનના યોગ છે. 
 
મકર - ગોચર મિશ્રિત છે. કામમાં અવરોધ આવશે. ઉધાર વસૂલી અને સૌદા અટકશે. સુખ-સુવિદ્યા પર ખર્ચ થશે. જીવનસાથીનું 
આરોગ્ય ચિંતિત કરશે. 
 
કુંભ - ગોચર સામાન્ય છે. ફાલતૂ ખર્ચથી રાહત મળશે. યોજનાઓ પુરી થશે. સંતાન સુખ મળશે. વિવાદોમાં ગુંચવાઈશુ. આર્થિક સ્થિતિ ડગમગશે. 
 
મીન - ગોચર સારો છે. ફાલતૂ ખર્ચ વધશે. તનાવ રહેશે. આરોગ્ય પરેશાન કરશે. જૂના વિવાદ સક્રિય થશે. સંતાન સહયોગ કરશે. આવકમાં વધારો થશે. 

વેબદુનિયા પર વાંચો