4 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. આ દિવસે ભારતીય સમયાનુસર સાંજે 3.45 થી સાંજના 7.15 સુધી ચંદ્રગ્રહણ લાગશે, જે જુદા જુદા ક્ષેત્રોમાં જુદા-જુદા સમયે જોવાશે.
જ્યોતિષ જણાવે છે કે દિલ્હી એન સી આરમાં સાંજે 6.40 વાગ્યાથી 7.15 સુધી ચંદ્રગ્રહણ જોવાશે.
ચંદ્રગ્રહણથી આઠ કલાક પહેલા સૂતક લાગી જશે.એના કારણે સવાર 9.40થી મંદિરોના કપાટ બંદ રહેશે . સાંજે 7.15 પછી મંદિરની સાફ સફાઈ પછી હનુમાન જયંતીની પૂજા થશે.
જ્યોતિષ મુજબ ગ્રહણના સમયે ભગવાનનું ભજન કરવું શુભ હોય છે. આ સાથે જ સફેદ વસ્તુઓનું દાન જેવુ કે ઘી, દૂધ ચોખા વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ.
ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. ચંદ્રગ્રહણના અસર ઘણી રાશિઓ માટે શુભ રહેશે.
ચંદ્રગ્રહણ કન્યા રાશિ માટે શુભ રહેશે. આ સિવાય મેષ, વૃષભ, મિથુન, ધનુ અને કુંભ રાશિના જાતકો માટે હાનિકારક રહેશે.