રાશિ પ્રમાણે ક્યો રૂદ્રાક્ષ તમારા ભાગ્યને ચમકાવશે.

સોમવાર, 8 ડિસેમ્બર 2014 (09:50 IST)
જે લોકોની જ્ન્મરાશિ મેષ છે તેમને  માટે દશમુખી રૂદ્રાક્ષ અને સાતમુખી રૂદ્રાક્ષ ભાગ્યશાળી હોય છે. 
 
વૃષભ રાશિ માટે છ મુખી રૂદ્રાક્ષ અને સાતમુખી રૂદ્રાક્ષનો રાજયોગનો ફળ આપવા માન્યું છે.  
 
જો તમારી રાશિ મિથુન છે તો તમારા માટે ચારમુખી ,પાંચમુખી છમુખી અને સાતમુખી રૂદ્રાક્ષ ધારણ કરવો ફાયદાકારક છે. 
 
જે  લોકોની જ્ન્મ રાશિ કર્ક છે  તેમની રાશિનો સ્વામી ચન્દ્ર્મા છે. તમારી રાશિ માટે ત્રણમુખી અને પાંચમુખી રૂદ્રાક્ષ રાજયોગકારક હોય છે. 
 
સિંહ રાશિવાળા માટે એકમુખી રૂદ્રાક્ષ ત્રણમુખી રૂદ્રાક્ષ રાજયોગ ગણાય છે . આથી ભાગ્યના લાભમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
કન્યા રાશિ વાળા બુધની રાશિમાં જ્ન્મે છે આ લોકો માટે ચારમુખી અને છમુખી રૂદ્રાક્ષ રાજયોગના સમાન ફળ આપે છે. 
 
તુલા રાશિવાળા બેમુખી અને સાતમુખી અને ચારમુખી રૂદ્રાક્ષ ભાગ્યોદય આપે છે. 
 
વૃશ્ચિક રાશિ માટે એકમુખી ,બેમુખી અને ત્રણમુખી રૂદ્રાક્ષ રાજયોગ કારક છે. તમને ભાગ્યનો લાભ લેવો હોય તો આ રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
 
ધનુ રાશિ ચારમુખી,પાંચમુખી અને એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરવો ફાયદાકારક છે . 
 
મકર રાશિવાળાને ચારમુખી  અને છમુખી રૂદ્રાક્ષ રાજયોગ કારક છે. તમને ભાગ્યનો લાભ લેવો હોય તો આ રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
 
કુંભ રાશિમાં જેનો જ્ન્મ થયો છે તેના માટે ત્રણમુખી રૂદ્રાક્ષ અને છમુખી  રૂદ્રાક્ષ ધારણ કરવો શુભ હોય છે. 
 
મીન રાશિ ગુરુની રાશિ છે તેના માટે ત્રણમુખી રૂદ્રાક્ષ ,ચારમુખી, અને પાંચમુખી  રૂદ્રાક્ષ ધારણ કરવો રાજયોગ કારક હોય છે. 

વેબદુનિયા પર વાંચો