વારાણસીમાં મોદી જીતશે ? જાણો શુ કહે છે મોદી અને કેજરીવાલની કુંડળી

સોમવાર, 12 મે 2014 (16:37 IST)
સાંસ્કૃતિક રાજધાની વારાણસી આ સમયે પૂરી દુનિયામાં વિશ્વ પરિદૃશ્યમાં છવાયેલી છે. બધાની નજરો વારાણસી પર 
ટકેલી છે. કારણ કે આ વખતે કાશી દેશનું નેતૃત્વ કરતા નેતાઓની પસંદગી કરશે. સંસ્કૃતિ અને પરમ્પરાઓની 
વિરાસતને ખુદને સમાવનાર કાશી એક અદભુત શહેર છે. બધા કાશીના છે અને કાશી બધાની છે.વારાણસી સંસદીય 
સીટ પર આમ તો 77 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે પણ પાંચ ઉમેદવારોની ચર્ચા વધુ થઈ રહી છે અને 
તેમાં પણ ખાસ ત્રણ લોકો જ આ યુદ્ધમાં બધાની નજરે છે. અજય રાય ,કેજરીવાલ અને નરેન્દ્ર મોદી. 
 
આવો જયોતિષ પ્રમાણે જાણીએ કે શું કહે છે આ ત્રણેયની કુંડળી અને તેમના ગ્રહો ?
 
કોંગ્રેસના અજય રાય - રાયની નામ રાશિ મેષ છે. જે ચર અને અગ્નિ તત્વપ્રધાન રાશિ છે. આથી તેમના તેજ અને 
ક્રોધી હોવું અને એક પાર્ટીમાં સ્થિર ન રહેવું તે વ્યાજબી છે. વારાણસીમાં 12મી મેના રોજ મતદાન છે. તે દિવસ ક્ષિતિજ 
પર સવારે 7.30મી થી ચિત્રા નક્ષત્ર પડે છે. ચિત્રા વિપત્ત નક્ષત્રોની શ્રેણીમાં આવે છે. જે અશુભ સંકેત છે. 16મી મેના 
ના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. તે સમયે જ્યેષ્ઠા નક્ષત્રનો પ્રભાવ રહેશે. તારા ચક્ર મુજબ અજય રાયના જન્મ 
નક્ષત્ર કૃતિકાથી પડતા જ્યેષ્ઠા નક્ષત્ર 16મા નંબરે આવશે. જ્યેષ્ઠા વધ નક્ષત્રોની શ્રેણીમાં છે. આ બન્ને અશુભ સંકેત આ 
તરફ ઈશારો કરે છે કે અજય રાયનું વારાણસીમાં હારવું નિશ્ચિત છે. 
 
અરવિંદ કેજરીવાલ - એકે 49 એટલે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ. કેજરીવાલનો જન્મ 16 અગસ્ત સન 1968ની 
રાતે 11.46મિ પર હરિયાણામાં થયો હતો. તેમના વિશે વધારે બતાવાની જરૂર નથી કારણ કે લગભગ બધા જાણે છે. 
કથની અને કરનીના વિપરીત ચલવું તેમની ફિતરત છે. મુદ્દાની વાત કરીએ તો વર્તમાનમા તમારી કુંડળીમાં 
બૃહસ્પતિની દશામાં શુક્રનુ અંતર અને શનિનો પ્રત્યંતર ચાલી રહ્યો છે. ગુરૂ અષ્ટ્મેશ અને લાભેશ થઈ ચોથા ભાવમાં  
સૂર્ય,બુધ,અને શુક્ર સાથે ગ્રહ યુદ્ધ કરે રહ્યા છે. શુક્ર ષષ્ટેશ અને લગ્નેશ થઈને ચૌથા ભાવે ગુરુ સૂર્ય અને બુધ સાથે ગૃહ 
યુદ્ધ કરી રહ્યા છે. આથી કેજરીવાલ વાક યુદ્ધ ,રાજનીતિ યુદ્ધ,ધરણા યુદ્ધ કે આત્મ યુદ્ધ વગેરે લડી રહ્યા છે. તે આ નક્કી 
નથી કરી શકતા કે તેઓ કોણી સાથે યુદ્ધ કોણી સાથે લડવુ કે કોણી સાથે ન લડવુ. શનિ ભાગ્યેશ અને દશ્મેશ છે અને 
નીચનો થઈ 12મા ભાવે બેઠો છે. શનિની પ્રત્યંતર દશા ચાલી રહી છે અને શનિ હલકો છે. આથી કેજરીવાલ પર હલકા  
લોકો આક્ર્મણ કરી પોતાનો ગુસ્સો કાઢે છે. કેજરીવાલનું પણ કૃતિકા નક્ષત્ર છે. 12મી મેના રોજ ચિત્રા નક્ષત્ર ગોચર કરી 
રહ્યા હશે. તારા ચક્ર પ્રમાણે કૃતિકાથી ગણતા ચિત્રા 12મા નક્ષત્ર પર આવશે. જે વિપત્તની શ્રેણીમાં આવે છે. 16મી મેના 
રોજ જ્યેષ્ઠા નક્ષત્રનો ક્ષિતિજ પર પ્રભુત્વ રહેશે. કૃતિકા નક્ષત્રથી ગણતા જ્યેષ્ઠા 16મા સ્થાને આવશે. જ્યેષ્ઠા નક્ષત્ર 
કેજરીવાલને વધ સમાન ફળ આપશે મતલબ રાજનિતિક પરાજય. અજય રાય અને કેજરીવાલ બન્નેના નક્ષત્ર કૃતિકા છે 
આથી બન્નેનો પરાજય થવો નિશ્ચિત છે.  વારાણસીમાં કેજરીવાલ અને અજય રાયની ચૂંટણી લડાઈ એ વાત પર છે કે 
નંબર બેપર કોણ આવશે.  જ્યોતિષ પ્રમાણે વારાણસીમા અરવિંદ કેજરીવાલ બીજા ક્રમાંકે આવશે. 
 
નરેન્દ્ર મોદીની કુંડળી - મોદીનો જન્મ 17મી સપ્ટેમ્બર સન 1950ની સવારે 11 વાગ્યે ગુજરાતમાં થયો. મોદીના જન્મ 
સમયે પૃથ્વી પર વૃશ્ચિક લગ્ન ઉદય થઈ રહ્યો હતો. જે એક સ્થિર રાશિ છે. જેના કારણ મોદીના વચન, વિચારોં કે 
સંક્લ્પોમાં દુઢ્તા અને સ્થિરતા પરિલક્ષિત હોય છે. આ સમયે મોદીની જન્મ તાલિકામાં ચન્દ્ર્ની દશામાં રાહુનો અંતર કે 
શુક્ર નો પ્રત્યંતર 15મી એપ્રિલથી શરૂ થયો છે. ચંદ્રમા વૃશ્ચિકમાં હોવાથી પ્રબળ નીચભંગ રાજયોગનો નિર્માણ કરી રહ્યા 
છે. ચન્દ્ર્માનું ભાગ્યેશ હોવું અને સાથે નીચભંગ રાજયોગ બનવો. આથી આ નિશ્ચિત છે કે મોદીને જેટલીવાર લોકો નીચા બતાડવાનો પ્રયત્ન કરશે એટલો મોદીનો રાજયોગ પ્રબળ થશે. રાહુ રાજનીતિનો કારક છે અને નેતા જનતા નો સંકેતક ભાવ પંચમમાં બેસી શનિના નક્ષત્ર ઉતરાભાદ્ર્પદ પર કબજો જમાવશે . રાહુ પોતાનું ફળ શનિ જેવુ જ આપે છે. શનિ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી થઈને દસમા ભાવે પ્રભુત્વ જમાવશે. ત્રીજો ભાવ પરાક્ર્મ,સાહસ ,અને કઠળ શ્રમ નો કારક હોય છે અને ચોથો ભાવ સંસદનો સંકેતક હોય છે. દસમા ભાવ ઉંચો પદનો સંકેતક હોય છે. જેના પર શનિ કે શુક્રનો કબ્જો છે. મોદી વારાણસી અને વડોદરા બંને સીટોં પર વિજયી પતાકા લહેરાવશે. પણ મોદી વારાણસીની જનતાને ગળે લગાવશે અને વડોદરાની જનતાને પોતાના કોઈ સલાહકારને સોંપશે. 16મી મેના રોજ પૃથ્વી પર જ્યેષ્ઠા નક્ષત્ર ગોચર કરશે. મોદીનો જન્મ અનુરાધા છે. અનુરાધાથી ગણતા જયેષ્ઠા નક્ષત્ર બીજા સ્થાને આવે છે. જે સમ્પત નક્ષત્રોની શ્રેણીમાં આવે છે. સમ્પતનો અર્થ સફળતા પ્રાપ્ત કરવી. આમ હું દાવા સાથે કહું છું કે મોદી પોતાના સાહસ અને કઠોળ શ્રમના બળે વારાણસીમાં ઐતિહાસિક વિજય મેળવી 16મી લોકસભાના પ્રધાનમંત્રી બનશે. જેથી ભારતનો  વિશ્વ સ્તર પર ડંકો વાગશે.   
 

વેબદુનિયા પર વાંચો