સ્ત્રીનો સ્વભાવ ઓળખવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે. ખાસ કરીને પુરૂષો માટે. તેઓ હંમેશા એવુ કહેતા જોવા મળે છે કે સ્ત્રીને તો ભગવાન પણ ન ઓળખી શકે તો અમારું શુ ગજુ. ?
જે સ્ત્રીને તમે વર્ષોથી જુઓ છો, તેના મનની વાત અને સ્વભાવ વિશે તમે કશુ કહી શકો છો ? અમને ખબર છે તમારો જવાબ ના જ હશે. તમારી આ મુશ્કેલ જ્યોતિષ દ્વારા સરળ કરવાની કોશિશ કરી રહ્યા છે. જ્યોતિષ મુજબ દરેક દિવસનો સ્વામી અને ગ્રહ જુદો હોય છે, તેથી જન્મ દિવસ, ગ્રહ સ્વામી અને નક્ષત્રના આધાર પર વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય બને છે. જન્મના વાર પરથી એ સ્ત્રીનો સ્વભાવ જાણી શકાય છે... ચાલો જાણીએ...
સોમવાર - જે સ્ત્રીનો જન્મ સોમવારે થયો છે, તે દેખાવમાં ખૂબ સુંદર, મધુરભાષી અને શાંત સ્વભાવની, નોકરી કરનારી હોય છે આ સ્ત્રીને બધા પ્રકારનું સુખ મળે છે.
મંગળવાર : જ્યોતિષ શાસ્ત્રમુજબ મંગળવારે જન્મેલી સ્ત્રી કઠોર હ્રદયની, લડાકૂ સ્વભાવની, શક્તિશાળી હોય છે. આ સ્ત્રીઓ એકદમ કોઈના પર દયા કરતી નથી.
બુધવાર - બુધવારે જન્મ લેનારી સ્ત્રી સરસ્વતી દેવીની કૃપા પ્રાપ્ત કરે છે. તેથી શિક્ષણ ક્ષેત્રમાં તેને વિશેષ યશ પ્રાપ્ત થાય છે. આ સ્ત્રીઓ દેખાવમાં સુંદર, સદ્દગુણી હોય છે. તેથી આ સ્ત્રીઓ સર્વગુણ સંપન્ન હોય છે.
ગુરૂવાર - જે સ્ત્રીઓનો જન્મ ગુરૂવારે થાય છે તે સ્ત્રીઓ ઉચ્ચશિક્ષણ મેળવે છે, આ સ્ત્રીઓ ધીરજવાન, શાંત સ્વભાવની, શ્રીમંત અને સર્વ સુખની પ્રાપ્તી કરનારી હોય છે.
શુક્રવાર - શુક્રવારે જન્મેલી સ્ત્રીનો સ્વભાવ ચંચળ હોય છે. આ સ્ત્રીઓ હોશિયાર અને સુંદર હોય છે. કુટુંબ અને બહારના જગમાં તેમનુ જુદુ સ્થાન હોય છે. આ સ્ત્રીઓને મોજ મસ્તી કરવી ખૂપ ગમે છે.
શનિવાર - જે સ્ત્રીઓનો જન્મ શનિવારે થયો હોય છે તે પાતળી અને ઊંચી હોય છે. ક્યારેક ક્યારેક આ સ્ત્રીઓ એકબીજા વચ્ચે મતભેદ કરનારી હોઈ શકે છે.
રવિવાર : રવિવારે જન્મેલી સ્ત્રીઓ ચંચળ સ્વભાવની હોય છે. એકાદ વાત હમણા ગમતી હોય છે તો થોડીવાર પછી એ જ વાત તેમને નથી ગમતી.