જન્મદિવસની શુભેચ્છા સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયની વિશેષ પ્રસ્તુતિમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમનો એ દિવસે જન્મદિવસ હશે. રજૂ કરીએ છીએ 19 જાન્યુઆરીના રોજ જન્મેલા જાતકો વિશે માહિતી :
તારીખ 19 જાન્યુઆરીના રોજુ જન્મેલા વ્યક્તિનો મૂલાંક 1 રહેશે. તમે રાજસી પ્રવિટ્ટિના વ્યક્તિ છો. તમને તમારા પર કોઈ હુકમ કરે તે પસંદ નથી. તમે સાહસી અને જિજ્ઞાસુ છો. તમારો મૂલાંક સૂર્ય ગ્રહ દ્વારા સંચાલિત થાય છે. તમે ખૂબ મહત્વાકાંક્ષી છો. તમારી માનસિક શક્તિ પ્રબળ છે. તમને સમજવુ મુશ્કેલ છે. તમે આશાવાદી હોવાને કારણે દરેક સ્થિતિનો સામનો કરવામાં સક્ષમ છો. તમે સૌદર્યપ્રેમી છો. તમરામાં સૌથી વધુ પ્રભાવિત કરનારો છે તમારો આત્મવિશ્વાસ. એ જ કારણે તમે લોકો વચ્ચે લોકપ્રિય બની જાવ છો.
કેવુ રહેશે આ વર્ષ : 1, 10, 19, 28 તારીખના રોજ જન્મેલા વ્યક્તિઓ માટે આ વર્ષ ઉત્તમ કહી શકાય છે. તમે જે પણ કાર્ય કરશો તેમા આશાતીત સફળતા મળશે. સરકારી કામો થશે. સરકારી સેવાઓમાં સફળતા મળશે. સર્વિસવાળા સફળ થશે. વેપાર-વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે. માનસિક બેચેની દૂર થશે. રાજકારણમાં સફળતા મળશે. સર્વિસવાળા સફળ થશે. વેપાર વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે. માનસિક બેચેની દૂર થશે. નેતાઓને સફળતા મળશે. અવિવાહિત માટે સમય અનુકૂળ રહેશે. સૂર્ય જ્યારે મેષ, મિથુન, સિંહ, કન્યા, ધનુ અને મીનમાં આવશે ત્યારે ત્યારે સફળતામાં વધારો થવાની શક્યતા અધિક છે.