કોઈને હલકો બતાવવો હોય તો આપણે કહીએ છીએ 'જા બંગડીઓ પહેરી લે'. આવી મશ્કરી કરાય છે. આ જ બંગડીઓમા કોઈનો પ્રતિકાર કરવાની શક્તિ પણ હોય છે એવુ કહેવાય છે. શુ છે આ બંગડીનું રહસ્ય આવો જાણીએ.
- શારીરિક રીતે સ્ત્રીઓ પુરૂષ કરતા વધુ નાજુક હોય છે. મહિલાના હાડકા પણ કમજોર હોય છે. બંગડીઓ પહેરવા પાછળનો ઉદ્દેશ્ય સ્ત્રીઓને શારીરિક શક્તિ પ્રદાન કરવાનો હોય છે.
- સ્ત્રીઓના હાથની બંગડીઓનો અવાજ સાંભળતા જ બધાની નજર તેમની તરફ જાય છે, લગભગ બધી જ સ્ત્રીઓ સામાન્ય રીતે હાથમાં બંગડીઓ પહેરે છે. બંગડીઓ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.
- સ્ત્રીઓની વય જેમ જેમ વધે છે તેમને વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે, શરીર નબળુ પડવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં અનેક સ્ત્રીઓ હાથમાં બંગડીઓ પહેરતી નથી , તેથી મોટાભાગની સ્ત્રીઓમાં કમજોરી અને શારીરિક શક્તિઓનો અભાવ દેખાય છે. જલ્દી થાકી જાય છે, અને ગંભીર બીમારીઓ થાય છે. જૂના જમાનામાં સ્ત્રીઓને આ સમસ્યા નહોતી આવતી. તેમનુ ખાનપાન અને નિયમ સંયમ તેમને નિરોગી રાખતા હતા એવુ કહેવાય છે.
- સ્ત્રીઓને શક્તિ પ્રદાન કરવામાં સોના-ચાંદીના ઘરેણાંઓનુ ખૂબ જ મહત્વ છે. હાથના હાડકાં મજબૂત કરવા સોના-ચાંદીની બંગડીઓ મહત્વનું કામ કરે છે. આ બંગડીઓના ઘર્ષણને કારણે હાથમાં સોના-ચાંદીના ગુણ સમાય છે. આર્યુવેદ મુજબ સોના-ચાંદીની ભસ્મ શરીરને બળ પ્રદાન કરે છે. સોના ચાંદીના ઘર્ષણને કારણે શરીરને આ ઘાતુઓનુ તત્વ મળે છે.
- આ જ કારણોસર જૂના જમાનામાં મહિલાઓ દીર્ઘ આયુ ધરાવતી અને નિરોધી રહેતી હતી. ધાર્મિક માન્યતા મુજબ જે વિવાહિત સ્ત્રીઓ બંગડીઓ પહેરે છે તેમના પતિનુ આયુષ્ય વધે છે.. બંગડીના અવાજનો સ્ત્રીઓના મન પર શુભ પ્રભાવ પડે છે. જે ઘરમાં બંગડીઓનો અવાજ થાય છે તે ઘરનું વાતાવરણમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. બંગડીના અવાજથી સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે.
- જે જગ્યાએ મહિલાઓના હાથમાં બંગડીઓનો અવાજ આવતો રહે છે તે સ્થાને દેવી-દેવતાઓની કૃપા રહે છે. આવા ઘરમાં સુખ સમૃદ્ધિ સદા રહે છે. એ સાથે જ સ્ત્રીનું આચરણ સંપૂર્ણ ધાર્મિક હોવુ જોઈએ. ફક્ત બંગડી પહેરવાથી સકારાત્મક ફળ મળી શકતુ નથી.