સિંહ : કોઈ નામી વ્યક્તિથી મુલાકાત થશે. કુટુંબની સાથે મનોરંજનની તક મળશે. વ્યર્થ સમય નષ્ટ ન કરવો. વેપારમાં પ્રગતિ થશે. જ્ઞાનવૃદ્ધિ માટે સ્વાધ્યાયમાં રુચિ વધશે. વેપાર સારો ચાલશે. અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા થશે. વિરોધીથી સાવધાન રહેવું.
કન્યા : કોઈ ચિંતાથી મુક્તિ મળશે. સમસ્યાઓ ઉકેલાશે. સંતાનને રોજગારના ક્ષેત્રે ઉન્નતિ મળશે. આવકના નવા સાધાન પ્રાપ્ત થશે. ખાનપાનમાં ગડબડીથી પેટમાં તકલીફ થઈ શકે છે. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઋતુ પ્રમાણે આહાર લેવો. વિશેષ યાત્રાનો યોગ છે.
તુલા : નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી. દૈનિક વ્યાપાર, કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ. ધર્મ આધ્યાત્મ સંબંધી ચિંતનનો યોગ.