જ્યોતિષ : ધનવાન બનવાના પાંચ ઉપાય

P.R
વ્યક્તિ ધનવાન બને છે જેની પાછળ બે કારણો હોય છે . એક તો ભાગ્ય અને બીજુ બળ કે પછી કર્મ. પરંતુ ક્યારેક આ બંને જ બળ સમાપ્ત થઈ જાય છે. આ સંજોગોમાં વ્યક્તિએ જાતે ઉપાયો કરીને ભાગ્યને જગાડવું પડે છે.

ધન પ્રાપ્તિ માટે કેટલાક લોકો લક્ષ્મી માતાની પૂજા કરે છે. કેટલાક લોકો તુલસીના કુંડાને ઘરમાં મુકીને રોજ સવાર-સાંજ ઘી નો દિવો લગાવે છે. અને કેટલાક લોકો દર શુક્રવારે લક્ષ્મી નારાયણ મંદિર જઈને સફેદ રંગની મીઠાઈ ચઢાવે છે. અહી અમે રજૂ કરી રહ્યા છે થોડાંક અલગ ઉપાય.

1. લક્ષ્મીનુ પ્રતિક કોડી - પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીને તેને લાલ કપડાંમાં બાંધીને ઘરમા સ્થિત તિજોરીમાં મુકો.

2. શંખનું મહત્વ : શંખ સમુદ્ર મંથનના સમયે પ્રાપ્ત ચૌદ અણમોલ રતનમાંથી એક છે. લક્ષ્મીની સાથે ઉત્પન્ન થવાને કારણે તેને લક્ષ્મી ભ્રાતા પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. તેથી ઘરમાં શંખ ચોક્કસ રાખો.

P.R
3. પીપળની પૂજા : દર શનિવારે પીપળને પાણી ચઢાવીને તેની પૂજા કરશો તો ધન અને સમૃદ્ધિમાં વધારો થશે.

4. ઈશાન કોણ : ઘરનો ઈશાન ખૂણો હંમેશા ખાલી મુકો. બની શકે તો ત્યા પાણી ભરેલુ એક પાત્ર મુકી દો, તમે ત્યા જળ કળશ પણ મુકી શકો છો.

5. ઘરમાં વાંસળી મુકો - વાંસ દ્વારા બનેલ વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જે ઘરમાં વાંસળી મુકવામાં આવે છે, ત્યાંના લોકોમાં પરસ્પર પ્રેમ બન્યો રહે છે. આ ઉપરાંત તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ કાયમ રહે છે.

વેબદુનિયા પર વાંચો