જ્યોતિષીય શોધથી જાણ થઈ છે કે કયા દિવસે કંઈ ઘટનાઓ વધુ કે ઓછી થાય છે. જો કે ત્યારબાદ એક સર્વે પણ થયો છે. શાસ્ત્રોમાં પણ વાર અને તિથિને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષ મુજબ દરેક વાર જુદા જુદા કાર્યો માટે બનેલો છે. જો કે હજુ આ સંબંધમાં વધુ સંશોધન કરવાની જરૂર છે. આ શોધનો નિચોડ અહી રજૂ કરીએ છીએ.
1. સોમવાર : સોમવારે રોકાણ કરવુ શુભ ગણાય છે. જો તમે સોનું, ચાંદી કે શેરમાર્કેટમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યો હોય તો એ માટે સોમવાર પસંદ કરો.
2. મંગળવાર : મંગળવાર સેક્સ માટે ખરાબ છે. તેથી આ દિવસે સેક્સ કરવાનું ટાળવુ જોઈએ મંગળવારને ઘણા ધર્મોમાં બ્રહ્મચર્યનો દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસે તમે સેક્સ મનથી કરી પણ નહી શકો. આ દિવસ શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે.
3. બુધવાર : સર્વેક્ષણ દ્વારા જાણ થઈ છે કે સોમવાર અને શનિવારે જ્યા એક બાજુ ઓફિસમાં કામ ઓછા થાય છે, તેમ જ બીજી બાજુ મંગળવારે વધુ. પણ ઓફિસમાં બુધવારને સૌથી શ્રેષ્ઠ દિવસ જાહેર કરવામાં આવ્યો છે.
4. ગુરૂવાર : જો તમે કોઈ ખરાબ ટેવના શિકાર થયા છો - જેવા કે સિગરેટ, તંબાકુ, દારૂ વગેરે તો તેને છોડવા માટે તમે ગુરૂવારનો દિવસ પસંદ કરો. કારણ કે ગુરૂવારે આ કુટેવો છોડતી વખતે તમારી અંદર સંકલ્પની અધિકતા હોય છે અને આ પવિત્ર દિવસ પણ છે. તેથી ગુરૂવારને ખરાબ આદતો છોડવાનો દિવસ માનવામાં આવ્યો છે.
5. શુક્રવાર : શુક્રવારને સેક્સ માટે સારો દિવસ માનવામાં આવે છે. પણ સર્વે દ્વારા જાણ થઈ છે કે શુક્રવાર નોકરીમાંથી કાઢી મુકવાનો દિવસ પણ છે. તેથી એ સારુ કહેવાશે કે તમે એ દિવસે ખાટું ન ખાવ તો આ દિવસે તમારી સાથે સારુ જ થશે.
6 શનિવાર : શનિવારને ક્ષમા માંગવાનો દિવસ પણ માનવામાં આવે છે, પણ સર્વે દ્વારા આ જાણ થઈ છે કે બાળકોને જન્મ આપવા માટે શનિવાર શ્રેષ્ઠ છે. શનિવાર દારૂ પીવી સૌથી ઘાતક માનવામા આવે છે. આને કારણે તમારા શાંત જીવનમાં ઉથલ પાથલ મચી શકે છે.
રવિવાર : રવિવાર સારા સારા પકવાન ખાવા માટેનો ઉત્તમ દિવસ છે. પણ સાચુ માનીએ તો ખાવાનું બનાવવા માટે રવિવાર સૌથી ખરાબ દિવસ છે. જેનો મતલબ છે કે સ્ત્રીઓ ઈચ્છે છે કે આ દિવસે તેમને પણ કિચનમાંથી છુટકારો મળે