હજારો વર્ષોથી વૈદ્ય રત્નોની ભસ્મ અને હકીમ રત્નોનું નિયમોનુસાર આચાર પ્રયોગમાં લાવી રહ્યા છે. માણિક્ય ભસ્મ શરીરમાં ઉષ્ણતા અને બળતરા દૂર કરે છે. આ રક્તવર્ધક અને વાયુનાશક છે. ઉદર શૂલ, ચક્ષુ રોગ અને કોષ્ઠબદ્ધતામાં પણ આનો પ્રયોગ થાય છે અને તેની ભસ્મ નપુંસકતાને નષ્ટ કરે છે.
કેલ્શિયમની ઉણપને કારણે ઉત્પન્ન રોગોમાં મોતી ખૂબ જ લાભકારી હોય છે. મુક્તા ભસ્મથી ક્ષયરોગ, જૂનો તાવ, ખાંસી, શ્વાસમાં તકલીફ, બ્લડપ્રેશર, હ્રદયરોગમાં લાભ થાય છે.
લાલ નંગને કેવડામાં ઘસીને ગર્ભવતીના પેટ પર લેપ લગાડવાથી ગર્ભપાત થતો અટકાવી શકાય છે. લાલ નંગને ગુલાબ જળમાં ઝીણો વાટીને છાયડાં સુકાવી મધ સાથે લેવાથી શરીર પુષ્ટ બને છે. ખાંસી, મંદાગ્નિ, પાંડુરોગમાં ઉત્કૃષ્ટ ઔષધિ છે.
પન્ના, ગુલાબ જળ કે કેવડાના પાણીમાં ઘૂંટીને ઉપયોગમાં લેવાય છે. આ મૂત્રરોગ, રક્ત વ્યાધિ અને હ્રદયરોગમાં લાભદાયક છે. પન્નાની ભસ્મ ઠંડી મેદવર્ધક છે. ભૂખ વધારે છે. દમાનો રોગ, જીવ ગભરાવવો, ઉલટી, અજીર્ણ, બવાસીર પાંડુરોગમાં લાભદાયક છે.
P.R
શ્વેત પુખરાજને ગુલાબજળ કે કેવડામાં 25 દિવસ સુધી ઘોંટવામાં આવે અને જ્યારે આ કાજળની જેમ પિસાય જાય તો તેને છાયડામાં સુકાવી લો. આ કમળો, ગેસ થવો, ખાંસી, શ્વાસમાં તકલીફમાં લાભકારી છે.
શ્વેત પુખરાજની ભસ્મ ઝેર અની ઝેરીલા કીટાણુઓની ક્રિયાને નષ્ટ કરે છે. હીરાની ભસ્મથી ક્ષયરોગ, જલોધર, મધુમેહ, ભગદંર, રક્તાલ્પતા, સોજો આવવો વગેરે રોગ દૂર કરે છે. હીરામાં વીર્ય વધારવાની શક્તિ છે. પાંડુ, જલોધર, નપુંસકતા રોગોમાં વિશેષ લાભકારી સિદ્ધ થાય છે.
રસરાજ સમૂહ મુજબ હીરામાં વિશેષ ગુણ એ હોય છે કે રોગી જો જીવનની અંતિમ શ્વાસ લઈ રહ્યો હોય, એવી પરિસ્થિતિમાં હીરાની ભસ્મની એક ખોરાકથી ચૈતન્યતા આવી જાય છે.