વર્ષ 2011ના છેલ્લા ચંદ્રગ્રહણના દિવસે બનતા યોગની વિશેષ અસર દુનિયાભરમાં પડશે. ગ્રહણના પ્રભાવથી દેશ-વિદેશમાં જે પણ જનઆંદોલન ચાલી રહ્યુ છે, તેમા ઝડપ આવશે. સાથે જ દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભૂકંપ અને દક્ષિણી વિસ્તારોમાં સામૂહિક પ્રકોપની અસર પડવાની શક્યતા વધુ છે.
જ્યોતિષિઓનું માનવુ છે કે ગ્રહણની અસર વ્યક્તિગત રૂપે ન પડીને પૃથ્વી અને સમુદ્ર પર પ્રભાવ વધુ પડે છે. કારણ કે ભૂ-ભાગમાં તે સમુદ્ર ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાક મનુષ્યનો પણ સંબંધ છે. તેથી ગ્રહણની અસર મનુષ્ય પર પણ પડશે.
ભારતમાં આની સૌથી વધુ અસર પડશે. કારણ કે ભારતની રાશિ કર્ક છે, જેનો સ્વામી ચન્દ્રમાં છે. ભારતનુ જનમાનસ ન્યાય મેળવવા માટે આંદોલિત થશે.
જ્યોતિષાચાર્ય ડો. દત્તાત્રેય હોલ્કરના મુજબ ચંદ્રગ્રહન આખા દેશમાં જોવા મળશે. એટલુ જ નથી વિશ્વના લગભગ 60 હજાર વર્ગ કિલોમીટર ભૂ-ભાગમાં ગ્રહણ જોવા મળશે.
જ્યોતિષના મુજબ ચંદ્રગ્રહણનો સંબંદ મનુષ્યની કુંડળી સાથે બિલકુલ નથી. આ મેદિનીનો વિષય છે અને પૃથ્વી અને પાણી સાથે તેનો સંબંધ માનવામાં આવે છે. 10 ડિસેમ્બરનું ચંદ્રગ્રહણ રોહિણી નક્ષત્રક્માં શરૂ થઈ રહ્યુ છે. આ દિવસે સાંજે 6.30 વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર છે.
ગ્રહણ શરૂ થવાના 15 મિનિટ પછી મૃગશિરા નક્ષત્ર શરૂ થશે, જે મંગળ પ્રધાન છે, તેથી મંગળ અને ચંદ્રની યુતિ ડિપ્રેશન ઉભુ કરશે.
જે ડિપ્રેશનના દર્દી છે, તેમને ગ્રહણ દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. આ સંબંધમાં આજથી 600 વર્ષ પહેલા વરાહ મિહિરે પોતાના ગ્રંથ વૃહદ ગ્રંથ સંહિતા અને પંચ સિદ્ધાતિકામાં આનો ઉલ્લેખ કર્યો છે.