SSA Gujarat Recruitment 2022 - 1300 શિક્ષકોની થઈ રહી છે ભરતી, જલ્દી કરો છેલ્લી તારીખ નીકળી ન જાય

મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (13:21 IST)
SSA Gujarat Recruitment 2022 રાજ્યમાં ઘણા સમયથી શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા લોકોને લઇને ખુશીના સમાચાર સામે આવ્યા છે. જો તમે સરકારી શિક્ષક બનવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની અછત પૂર્ણ કરવા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં 1300 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
 
સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્પેશિયલ ટીચરની જગ્યા માટે કુલ 1300 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.  300 પદોની ભરતી માટે એક નોટિફિકેશન  જાહેર કર્યું છે. ઈચ્છતિ ઉમેદવારો ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ ssarms.gipl.in પર જઈને અરજી કરી શકો છો. ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની શરૂઆત 12 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે.
 
અરજી કરવાની શૈક્ષણિક લાયકાત - ભરતી માટે અરજીકર્તાની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતી અંતર્ગત એજ્યુકેટર, સ્પેશિયલ એજ્યુકેટરના પદ પર પસંદ કરાનાર ઉમેદવારોને પગાર તરીકે 15000 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે. 
 
ઉમેદવારો આવી રીતે કરી શકે છે અરજી
 
ઈચ્છતિ ઉમદેવારોએ સર્વ શિક્ષા અભિયાનની ઓફિશિયલ વેબસાઈટ ssarms.gipl.in જવું
ત્યાર બાદ ભરતી વિભાગમાં જઈ કિલક કરવું
ત્યાર બાદ ઓનલાઈન અરજીની લિંક પર ક્લિક કરવું
પેજ ઓપન થતાં તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવી
આ તમામ માહિતીની પ્રિન્ટ લઈને ફોર્મ સબમિટ કરો
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર