નેશનલ બોર્ડ ઑફ એગ્જામિનેશનમાં 12મા પાસ અને ગ્રેજુએટ માટે ભરતી

ગુરુવાર, 3 જૂન 2021 (15:30 IST)
નેશનલ બોર્ડ ઑફ એગ્જામિનેશન દ્વારા જુનિયર અસિસ્ટેંટ, સીનિયર અસિસ્ટેંટ અને જુનિયર એકાઉન્ટન્ટની જગ્યાઓ માટે કુલ 42 ખાલી જગ્યાઓ કાઢી છે. જેમાં જુનિયર અસિસ્ટેંટ માટે 30, સિનિયર અસિસ્ટેંટ માટે 8 અને જુનિયર એકાઉન્ટન્ટની 4 પોસ્ટ્સ છે. ઈચ્છુક ઉમેદવારો natboard.edu.in ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 15 જુલાઈ 2021 થી શરૂ થશે. છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 
નક્કી કરવામાં આવ્યું છે.
 
જુનિયર અસિસ્ટેંટ- 12 મા પાસ અને કમ્પ્યુટરનું જ્ઞાન  (વિંડોઝ, નેટવર્ક ઑપરેટિંગ સિસ્ટમ, લેપ આર્કિટેક્ચર)
સીનિયર અસિસ્ટેંટ- ગ્રેજુએશન ડિગ્રી 
જુનિયર એકાઉન્ટન્ટ- મેથ્સ કે સ્ટેતિસ્ટિક્સ સાથે ગ્રેજુએશનની ડિગ્રી. તેમજ એનબીઈ દ્વારા નક્કી કરેલ નિયમાનુસર કામર્સમાં ગ્રેજુએશન થવુ જોઈએ. 
ઉમ્ર સીમા - 18 થી 27 વર્ષ 
એસસી, એસટી કેટેગરીને 5 વર્ષ અને ઓબીસી માટે 3  વર્ષની છૂટ આપવામાં આવશે.
લેખિત ઓનલાઈન પરીક્ષાની તારીખ 20 સપ્ટેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે.
 
પરીક્ષા બે ચરણમાં લેવામાં આવશે. પ્રથમ તબક્કો કમ્પ્યુટર આધારિત પરીક્ષા (સીબીટી) ની પરીક્ષાનું રહેશે. 200 મલ્ટીપલ પસંદગીના પ્રશ્નો હશે. તે 200 ગુણ હશે. પરીક્ષાનો સમયગાળો 180 મિનિટનો રહેશે.
નેગેટિવ માર્કિંગ થશે. દરેક ખોટા જવાબ માટે ચોથું ભાગ માર્ક કાપવામાં આવશે. બીજા તબક્કાની પરીક્ષા પણ કમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે.
 
અરજી ફી
જનરલ અને ઓબીસી - 1500 + 18% જીએસટી
એસસી / એસટી / પીડબ્લ્યુડી / મહિલા - ફી નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર