GATE 2020 પરીક્ષા માટે આજે રજિસ્ટ્રેશન (Gate 2020 Registration) કરવાની અંતિમ તારીખ છે. જે સ્ટુડેંટ્સ આજે અરજી ન કરી શકે તેઓ 1 ઓક્ટોબર સુધી લેટ ફી સાથે એપ્લીકેશન જમા કરી શકે છે. ગેટ 2020 પરીક્ષા 01, 02, 08 અને 09 ફેબ્રુઆરી 2020ના રોજ આયોજીત થશે. પહેલી શિફ્ટ સવારે 9.30 કલાકથી બપોર 12.30 સુધી અને બીજી શિફ્ટ બપોરે 2.30 થી 5.30 સુધી રહેશે. ગેટ પરીક્ષાનુ એડમિટ કાર્ડ 3 જાન્યુઆરીના રોજ ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવશે. જ્યારે કે પરીક્ષાનુ પરિણામ 16 માર્ચ 2020ના રોજ રજુ કરાશે.
GATE Application Form આ રીતે ભરો
- સ્ટુડેટ્સ એપ્લીકેશન ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઈટ appsgate.iitd.ac.in પર જાય
GATE 2020 પરીક્ષાની પૈટર્ન
-ગેટ 2020 કંપ્યુટર આધારિત પરીક્ષા રહેશે.
- તેમા બહુવિકલ્પીય પ્રશ્ન પૂછવામાં આવશે.
- પરીક્ષામાં કુલ 65 પ્રશ્ન માટે 100 અંક આપવામાં આવ્યા છે.
- પરીક્ષાને પૂર્ણ કરવા માટે ઉમેદવારોને કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે.