- શ્રીકૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં દેવકીના ગર્ભથી લીધો હતો.
- શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો. અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.
- શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા
- જણાવીએ કે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને બાળ રૂપમાં પૂજાય છે.
- તેથી તમે જળાભિષેક પછી બાળ ગોપાળને ઝૂલામાં બેસાડવો અને તેને હલાવવો.
- પછી તમારી ઈચ્છા મુજબ તમે બાળ ગોપાળને માત્ર સાત્વિક વસ્તુઓનો ભોગ લગાડો.
- આ દિવસે રાત્રે પૂજાનો મહત્વ હોય છે. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાતમાં થયો હતો.
- તેથી તમે જન્માષ્ટમી પર રાતના સમયે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ અપૂજા-અર્ચના કરવી.