જૈન તીર્થંકર

રવિવાર, 3 જૂન 2007 (09:49 IST)
જ્યારે મનુષ્ય પરમાત્માના સ્તર સુધી પહોંચી જાય ત્યારે તે તીર્થંકર કહેવાય છે. બીજી રીતે જોઈએ તો કિનારા-ઘાટને પણ "તીર્થ" કહેવાય છે. તેથી ધર્મ-તીર્થનું પ્રવચન કરનારને તીર્થંકર કહેવાય છે. જ્યારે અવતારને પરમાત્માનું જ પ્રતિરૂપ માનવામાં આવે છે જે સમયાંતરે જુદા જુદા સ્વરૂપે જન્મે છે.

જૈન ધર્મ અનુસાર 24 તીર્થંકરો છે. પહેલા તીર્થંકર ઋષભનાથજી છે તો ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી છે. ઋષભનાથજીને "આદિનાથ", પુષ્પદંતને "સુવિધિનાથ" અને મહાવીરને "મહાવીર", "વીર", "અતિવીર" અને "સન્મતિ" પણ કહેવાય છે.

વેબદુનિયા પર વાંચો