તીર્થંકર નેમિનાથ

W.D
મહાભારત કાળ 3137 ઈ.પૂ.ને લગભગ નમિના પછી 22મા તીર્થંકર નેમિનાથનો ઉલ્લેખ હિંદૂ અને જૈન પુરાણોંમાં સ્‍પષ્ટ રૂપથી મળી આવે છે. શૌરપુરી (મથુરા)ના યાદવવંશી રાજા અંધકવૃષ્‍ણીના જ્‍યેષ્ઠ પુત્ર સમુદ્રવિજયના પુત્ર હતાં નેમિનાથ. અંધકવૃષ્‍ણીના સૌથી નાના પુત્ર વાસુદેવથી ઉત્‍પન્ન થયાં ભગવાન શ્રીકૃષ્‍ણ. આ રીતે નેમિનાથ અને શ્રીકૃષ્‍ણ બંને પિતૃઈ ભાઈ હતાં.

નેમિનાથના લગ્ન ગિરિનગર (જૂનાગઢ઼) ના રાજા ઉગ્રસેનની પુત્રી રાજુલમતીની સાથે નક્કી થયાં હતાં. જ્યારે નેમિનાથજી ત્યાં જાન લઈને પહોચ્યા ત્યારે તેમણે ત્યાં તે પશુઓને બાંધેલા જોયા જેમને જાનૈયાઓના ભોજન માટે મારવાના હતાં. ત્યારે તેમનું હૃદય કરુણાથી વ્‍યાકુળ થઈ ગયું. મનુષ્‍યની આ હિંસામય પ્રવૃત્તિથી તેમના મનમાં વિરક્‍તિ અને વૈરાગ્‍ય ઉત્પન્ન થયું. તે જ ક્ષણે તેઓ વિવાહનો વિચાર છોડીને ગિરનાર પર્વત પર તપસ્‍યા કરવા માટે ચાલ્યા ગયાં.

કઠણ તપ બાદ તેમણે ત્યાં કૈવલ્‍ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રમણ પરમ્‍પરાને પુષ્ઠ કરી. અહિંસાને ધાર્મિક વૃત્તિનું મૂળ માન્યું અને તેને સૈદ્ધાંતિક રૂપ આપ્યું.

વેબદુનિયા પર વાંચો