હવે માત્ર દસ દિવસમાં જ મળી જશે પાસપોર્ટ

મંગળવાર, 6 જાન્યુઆરી 2015 (11:57 IST)
. પાસપોર્ટ ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે ગ્રાહક માત્ર 10 દિવસમાં જ પોતાનો પસપોર્ટ બનાવી શકે છે. આ માટે ગ્રાહકોએ ઓનલાઈન આવેદન કરવુ પડશે  અને આ માટે ડોક્યુમેંટ્સની લિસ્ટિંગ કરવી પણ જરૂર નથી. તમે તમારા ડોક્યુમેંટ્સ ઓનલાઈન પણ જમા કરી શકો છો. 
 
સાથે જ આઈડેટેટી પ્રુફ અને એડ્રેસ પ્રુફ જેવા તમામ ડોક્યુમેંટને બદલે ફક્ત એક આધાર કાર્ડથી જ કામ થઈ જશે. આવેદન કરતા જ તમારે તમારી વ્યવસ્થા મુજબ આગળના 3 દિવસમાં અપોઈંટમેંટ ફિક્સ કરવાની છે. એના બરાબર 7 દિવસ પછી પાસપોર્ટ તમારા હાથમાં હશે. મતલબ ટૂંકમાં ફક્ત 10 દિવસોની પ્રક્રિયામાં તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. પાસપોર્ટ માટે આધાર કાર્ડને પાસપોર્ટ માટે જાન્યુઆરીથી જરૂરી કરી દેવામાં આવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે સરકાર પાસે પાસપોર્ટ માટે પોલીસ સત્યાપનના સંબંધમાં સતત ફરીયાદો આવે છે અને જેને કારણે પાસપોર્ટ રજુ કરવામાં મોડુ થાય છે. આવેદક્ને સુવિદ્યા આપવા માટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયર્સે આ નિર્ણય લીધો છે. 
 
ઓનલાઈન અરજી માટે આ રીતે કરો અપ્લાઈ 
 
1- સૌ પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઈટ ttp://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink પર જાવ. પેજ પર તમને register nowના લિંક પર ક્લિક કરો. નવા યુઝર હોવાને કારણે ખુદને રજીસ્ટર કરો. તેમા તમારી ડિટેલ્સ ભરો.  જેવી કે તમારુ પાસપોર્ટ કાર્યાલય કયુ છે. ડેટ ઓફ બર્થ અને ઈમેલ આઈડી. ઈ-મેલ આઈડી પર તમને લોગિન આઈડી મળી જશે. ત્યારબાદ તમારે ફરીથી હોમ પેજ પર પરત જવુ પડશે. 
 
 
2. ઈ-મેલ પર આવેલ લિંક પર ક્લિક કરીને તમારા એકાઉંટને એક્ટિવેટ કરો. ત્યારબાદ યુઝર આઈડી ભરો અને ફરી પાસવર્ડ નાખો. લોગિન પછી તમે એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) કે રી ઈશ્યુ ઓફ પાસપોર્ટ (Re-issue of Passport)લિંક પર ક્લિક કરવુ પડશે.  
 
 
3. તમારી ડિટેલ્સ ભર્યા બાદ તમારે તેને સેવ કરવી પડશે. સેવ કર્યા બાદ તમે આ પેજને યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને ક્યારેય પણ ખોલી શકો છો. ત્યારબાદ આગળના પેજ પર ક્લિક કરીને આગળનું પેજ ખુલશે. જેમા તમારે તમારી ફેમિલી ડિટેલ્સ ભરવી પડશે. ત્યારબાદ એડ્રેસની ડિટેલ્સ ભરવી પડશે. તેને પણ સેવ કરી દો. ત્યારબાદ એમરજેંસી કૉન્ટેક્સ ડિટેસ્લ ભરવી પડશે. 
 
4 - ‘વ્યૂ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન’ (View Saved/Submitted Applications) સ્ક્રીન પર  ‘પે એંડ એપોઈંટમેંટ’ (Pay and Schedule Appointment) લિંક પર ક્લિક કરો અને તમારી એપોઈંટમેંટ મતલબ મળવાનો સમય બુક કરો. ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી સામે એક વિંડો ખુલશે જ્યા તમારે પાસપોર્ટ બનાવવાની રકમની ચુકવણી કરવાની હોય છે. આ ચુકવણી તમે ક્રેડિટ કાર્ડ. ડેબિટ કાર્ડ. ઈંટરનેટ બૈકિંગ કે પછી એસબીઆઈ બેંકના ચલાનથી કરી શકો છો. 
 
5. બધી પ્રક્રિયા પુર્ણ થયા બાદ પ્રિંટ એપ્લિકેશન રિસીપ્ટ લિંક પર ક્લિક કરીને એપ્લિકેશનને પ્રિંટ કરો. તેમા તમારો એપ્લિકેશન રેફેરેંસ નંબર અને એપોઈંટમેંટ નંબર હોય છે.  
 
6. જ્યા તમારી એપોઈંટમેંટ બુક કરવામાં આવી છે ત્યાના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં તમારા અસલી ડોક્યુમેંટ્સ સાથે જાવ. બસ તેના એક અઠવાડિયાની અંદર તમારો પાસપોર્ટ તમારા ઘરમાં હશે. આની કોપી તમે ઓનલાઈન પણ કાઢી શકો છો.  

વેબદુનિયા પર વાંચો