Nita Ambaniના શાહી ફોનની કિમંત સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે !!

બુધવાર, 2 ઑગસ્ટ 2017 (15:36 IST)
રિલાયંસ ઈંડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાનીની પત્ની નીતા અંબાની હંમેશા ચર્ચામાં રહે છે. તે ભલે આઈપીએલમાં મુંબઈ ઈંડિયંસને ચીયર કરવાનો હોય કે કંપનીના નવા પ્રોડક્ટનુ ઉદ્દઘાટન. તે એક સફળ બિઝનેસવુમન પણ છે. મુકેશ અને નીતાના લગ્ન 1985માં થયા હતા. બંનેના ત્રણ બાળકો છે. આ દંપતિનુ ઘર દુનિયાના 10 સૌથી મોઘા ઘરમાં સામેલ છે. નીતા પણ લકઝરી લાઈફસ્ટાઈલ માટે ઓળખાય છે.   તેમની સાડી, ઘડિયાળ, હેંડબેગ, ફુટવિયર દરેક વસ્તુ શાહી છે.  પણ ટેકનોલોજીના આ જમાનામાં ગેઝેટથી દૂર 
રહેવુ કોઈને માટે શક્ય નથી. આ વાત નીતાને પણ લાગુ પડે છે. પણ નીતા અંબાની પાસે જે ફોન છે તે કોઈ લકઝરી આઈટમથી કમ નથી.  તે દુનિયાનો સૌથી શાનદાર મોબાઈલ ફોનમાંથી એક વાપરે છે.  જેટલી આ ફોનની કિમંત છે એટલામાં તો એક પ્રાઈવેટ જે આવી શકે છે. નીતા અંબાની ફોલ્કન સુપરનોટા આઈફોન 6 પિંક ડાયમંડ ફોન યૂઝ કરે છે. જેની  કિમંત છે 48.5 મિલિયન ડોલર મતલબ 315 કરોડ રૂપિયા.. આ ફોન વર્ષ 2014માં લોંચ થયો હતો. 
 
આ છે  નીતા અંબાનીનો ફોન 
 
આ છે ફોનની વિશેષતા 
 
એશિયાનેટન્યૂઝના મુજબ આ ફોન વર્ષ 2014માં લોંચ થયો હતો અને કંપની તેને ખાસ સેલિબ્રેટીઝ માટે બનાવે છે. આ ફોન 24 કેરેટ ગોલ્ડ અને પિંક ગોલ્ડથી બન્યો ક હ્હે. તેના પર પ્લેટિનમની કોટિંગ છે. જેનાથી આ ફોન તૂટી શકતો નથી. આ ફોનની પાછાળ મોટા પિંક ડાયમંડ છે. આ ફોનને હૈક પણ નથી કરી શકાતો.. જો કોઈ તેને હૈક કરવાની કોશિશ કરે તો તરત ફોનના માલિક પાસે મેસેજ પહોંચી જાય છે.  ફોન ઉપરાંત તે દુનિયાની સૌથી મોંઘી હેંડબેગ પણ વાપરે છે. જેની કિમંત 30-40 લાખ રૂપિયા છે. 
 
શાહી શોખ 
 
નીતા અંબાનીના ઘરમાં તેમને માટે જે ચા બને છે તેની કિમંત પણ 3 લાખ રૂપિયા છે. તેણે ઈંટરવ્યુમાં જણાવ્યુ હતુકે તે દિવસની શરૂઆત જાપાનની સૌથી જૂના ક્રોકરી બ્રાંડ નોરિટેકના કપમાં ચા પી ને કરે છે. નોરિટેક ક્રોકરીની વિશેષતા એ છે કે તેમા સોનાની (ગોલ્ડ) બોર્ડર છે અને તેના 50 પીસના સેટની કિમંત દોઢ કરોડ રૂપિયા છે. મતલબ એક કપ ચા ની કિમંત થઈ 3 લાખ રૂપિયા. નીતા અંબાનીને બ્રાંડેડ વૉચનો પણ શોખ છે અને તેની પાસે વૉચ કલેક્શનમાં બુલ્ગારી, કાર્ટિયાર, રાડો, ગુચી, કેલ્વિન કેલિન અને ફોસિલ જેવા બ્રાંડનો સમાવેશ છે. આ બ્રાંડ્સના ઘડિયાળની કિમંત દોઢથી બે લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

 

વેબદુનિયા પર વાંચો