મુકેશ અંબાણીએ મંગળવારે રિલાયંસ જિયોને લઈને મુખ્ય એલાન કર્યા. તેમણે જણાવ્યુ કે ખૂબ ઝડપથી કસ્ટમર્સ જિયો સાથે જોડાયા. કસ્ટમર્સને અનેક રેકોર્ડ્સ બનાવ્યા. ગયા મહિને જિયો યૂઝર્સે 100 કરોડ ગીગાબાઈટ્સ ડેટા યૂઝ કર્યો. ભારત મોબાઈલ ડેટા યૂઝ કરવામાં દુનિયામાં નંબર વન છે. ઉલ્લેખનીય છે કે મુકેશે ગયા વર્ષે એક સપ્ટેમ્બરના રોજ રિલાયંસ જિયોની 4G સર્વિસ લોંચ કરી હતી. મુકેશ અંબાણીના સ્પીચની મુખ્ય વાતો..
- કસ્ટમર્સનો ખૂબ ખૂબ આભાર
- જિયો થી દર મિનિટ 2 કરોડ વૉયસ કૉલ કરવામાં આવ્યા
- રિલાયંસ જિયો કસ્ટમર્સની સંખ્યા 10 કરોડથી વધુ પહોંચી ચુકી છે.
- રિલાયંસ જિયો ડેટા ઉપયોગમાં દુનિયામાં નંબર વન બની ગયુ છે.
- એપ્રિલથી જિયો ટૈરિફ પ્લાનની શરૂઆત કરશે. ટૈરિફ પછી પણ વોયસ કોલ અને રોમિંગ ફ્રી રહેશે.