ફેસબુક ડેટા લીક - ફેસબુક એકાઉંટ ડિલીટ ન કરશો.. આ રીતે સિક્યોર કરો
ગુરુવાર, 22 માર્ચ 2018 (11:55 IST)
બ્રિટિશની ડેટા એનાલિટિક્સ કંપની કૈંબ્રિજ એનાલિટિકા પર આરોપ છે કે અમેરિકામાં વર્ષ 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આ કંપનીએ લગભગ 5 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા ચોરાયો હતો. જેને ડોનાલ્ડ ટ્રંપના ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવામાં આવ્યો. 2016માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ કંપની ટ્રંપ સર્વિસ આપી ચુકી છે. આ વાતનો ખુલાસો ન્યૂયોર્ક ટાઈમ્સ અને લંડન ઓબ્ઝર્વરની એક રિપોર્ટમાં થઈ. તેથી હવે લોક્કોની ચિંતા વધી ગઈ છે કે પોતાના ફેવરેટ સોશિયલ મીદિયા પ્લેટફોર્મ પર તેમનો ડેટા કેટલો સુરક્ષિત છે. સાથે જ કેટલાક લોકોએ એવુ પણ વિચાર્યુ હશે કે તેઓ પોતાનુ ફેસબુક એકાઉટ ચાલુ રાખે કે બંધ કરી દે.
ફેસબુક પર તમારો ડેટા સુરક્ષિત રાખવા માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છીએ.. જેનો ઉપયોગ કરી તમે તમારા ડેટાને સુરક્ષિત રાખી શકો છો. આ માટે તમને ફેસબુક સેટિંગ્સમાં આનો વિકલ્પ મળશે.
ટૂ ફેક્ટર ઑથેંટિકેશન
સૌથી જરૂરી છે કે તમારી પ્રોફાઈલમાં ટૂ ફેક્ટર ઑથેનિટિકેશન ને ઈનેબલ કરી રાખો. આ સેટિંગને ઈનેબલ કરવાથી જો તમારો પાસવર્ડ કોઈ જાણી પણ લે તો પણ તે તમારી પ્રોફાઈલ એક્સેસ નહી કરી શે. તમારા રેગ્યુલર ડિવાઈસેસ ઉપરાંત અન્ય કોઈ ડિવાઈસથી લૉગ ઈનની કોશિશ થતા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર નોટિફિકેશન આવી જાય છે. જો કોઈ અન્ય ડિવાઈસ પર તમારુ પ્રોફાઈલ લોગ ઈન થશે તો એક કોડની જરૂર હોય છે.
ટૂ ફેક્ટર ઑથેંટિકેશન ને ઈનેબલ કરવા માટે તમારે તમારા પ્રોફાઈલની એકાઉંટ સેંટિગ્સમાં જવુ પડશે. અહી સિક્યોરિટી લોગઈન વિકલ્પ પર જાવ. ત્યારબાદ ખુલનારી વિંડોમાં સેટિંગ અપ એકસ્ટ્રા સિક્યોરિટીના સેક્શનમાં તમને ટૂ ફેક્ટર ઓથેંટિફિકેશન નો વિકલ્પ મળી જશે. આ ઉપરાંત અન્ય વિકલ્પ પણ તમને મળશે. તમે તેને પણ ઈનેબલ કરી શકો છો.
ચેક કરો ક્યા ક્યા તમારુ એકાઉંટ લોગ ઈન કરવામાં આવ્યુ
આ ઉપરાંત જો તમારે ચેક કરવુ છે કે તમારી પ્રોફાઈલ કોઈ બીજુ તો યુઝ નથી કરી રહ્યુ. આ માટે પણ તમારે એકાઉંટ સેંટિગ્સમાં જઈને સિક્યોરિટી એડ લોગ ઈન માં જવુ પડશે. અહી તમને વ્હેયર યૂ આર લોગ્ડ ઈન ના સેક્શનમાં બતાવશે કે તમારી પ્રોફાઈલ કયા કયા ડિવાઈસેસ પર લૉંગ ઈન કરવામાં આવી છે. જો તમને કોઈ શંકા છે તો તરત તમારો પાસવર્ડ બદલી નાખો.
પાસવર્ડ મુશ્કેલ સેટ કરો..
ક્યારેય તમારો જન્મદિવસ લગ્નની વર્ષગાંઠ તમારા કોઈ પ્રિયજનના નામનો પાસવર્ડ સેટ ન કરો. આવામાં સોશિયલ એંજિનિયરિંગ દ્વારા તમારા એકાઉંટને હૈક કરવુ સૌથી સહેલુ હોય છે. તેથી તમારા સોશિયલ મીડિયા એકાઉંટ માટે જટિલ પાસવર્ડ સેટ કરો. પાસવર્ડ ઓછામાં ઓછો 8-10 અક્ષરનો હોવો જોઈએ તેમા અલ્ફા ન્યૂમેરિક એટલે કે કોઈ નિશાની સિમ્બોલ.. ન્યૂમેરિક એટલે કે કોઈ ફિગર કે નંબર .. અપર કેસ એટલે કે કેપિટલ લેટર લોઅર કેસ અંગ્રેજીના નાના અક્ષર વગેરેનો ઉપયોગ કરીને પાસવર્ડ સેટ કરો.. અને પાસવર્ડ તમારી પાસે ક્યાક સેવ કરી રાખો..
જો આપને અમારી માહિતી ગમી હોય તો કમેંટ કરીને શેયર જરૂર કરો.. અને આ જ રીતે રોજ નવી નવી માહિતી મેળવવા માટે જોતા રહો વેબદુનિયા ગુજરાતી ફેસબુક.. અને હા લાઈક કરવુ ભૂલશો નહી.