મેળવો 34 હજાર રૂપિયા રોકડા, આઈફોન આપીને ખરીદો બ્લેક બેરી

શુક્રવાર, 28 નવેમ્બર 2014 (15:05 IST)
સ્માર્ટફોન કંપની બ્લેકબેરી વર્તમન દિવસોમાં પોતાના સ્માર્ટફોનનું વેચાણ વધારવા માટે સંઘર્ષ કરી રહી છે. કંપનીએ એપ્પલ યુઝર્સને પોતાની તરફ આકર્ષવા એક ધમાકેદાર ઓફરની જાહેરાત કરી છે. 
 
બ્લેકબેરીએ એપ્પલ આઈફોનના બદલે રોકડ રૂપિયા આપવાની સ્કીમ તૈયાર કરી છે. કંપનીએ ટ્રેડ ઈન સ્કીમની જાહેરાત કરી છે. જેમા આઈફોનના બદલે 400 (લગભગ 24.742 રૂપિયા) કેશબેક અને 150 ડોલર (લગભગ 9.278 રૂપિયા)નુ ગિફ્ટ કાર્ડ આપવામાં આવશે. 
 
આ ઓફર બ્લેકબેરીના લેટેસ્ટ સ્માર્ટફોન બ્લેકબેરી પાસપોર્ટની ખરીદી પર આપવામાં આવશે. હાલ આ ઓફર કનાડા અને યૂએસના ગ્રાહકો માટે જ છે. આ ઓફર 1 ડિસેમ્બર 2014થી 13 ફેબ્રુઆરી 2015 સુધી રહેશે. 
 
ઓફર આઈફોન 4S, 5C, 5S, અને આઈફોન પરના જુદા જુદા મોડલ જુદા જુદા હોઈ શકે છે. મોટાભાગના કેશબેક ઓફર 550 ડોલર લગભગ 34 હજાર રૂપિયા સુધી છે. 
 
કંપની બ્લેકબેરી પાસપોર્ટ તાજેતરમાં જ ભારતીય બજારમાં ઉતારી ચુકી છે. કંપનીએ આ ફોનને યુનીક ફાર્મ ફેક્ટરની સાથે રજુ કર્યો છે. 1:1 સરેરાશવાળી સ્કવેયર સ્ક્રીનવાળા આ ફોનની કિમંત ભારતમાં 49,990 રૂપિયા છે. 
 
બ્લેકબેરી પાસપોર્ટમાં ટચ એંડ ટાઈપ સ્માર્ટફોન છે. ફોનનો ક્વર્ટી કીપેડ ટ્રેકપૈડનુ પણ કામ કરે છે. તેના દ્વારા તમે સ્ક્રીન અને વેબ પેજને સ્ક્રોલ પણ કરી શકો છો.  
 
ફોનની સાઈઝ પાસપોર્ટના આકારની છે. તેથી તેના પાસપોર્ટનુ નામ આપવામાં આવ્યુ છે. ફોન 1440x1440 પિક્સલ રેજલ્યુશનવાળો 4.5 ઈંચનો સ્કવેયર ડિસપ્લેની સાથે છે. સ્ક્રીનની નીચે ટચ સેંસટિવિટી કીબોર્ડ આપવામાં આવ્યુ છે. 
 
બ્લેકબેરી પાસપોર્ટમાં 2.2 ગીગાહર્ટર્ઝ ક્વાડકોર સ્નૈપડ્રેગન 801 પ્રોસેસર એંડ્રીનો 330 જીપીયુ. 3 જીબી રૈમ અને 32 જીબી ઈંટરનલ સ્ટોરેજની સાથે કામ કરે છે.  સાથે જ 128 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડ સપોર્ટ પણ છે. 
 
ફોટોગ્રાફી માટે ફ્લેશ સહિત 13 મેગાપિક્સલ કેમરા અને વીડિયો કોલિંગ માટે 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમરા આપ્યો છે.  કનેક્ટિવિટીની વાત કરીએ તો જીપીઆરએસ એજ 3G.. 4G એલટીઈ..વાઈફાઈ.. બ્લુટુથ મલ્ટી યુએસબી પોર્ટની સુવિદ્યા આપવામાં આવી છે. 
 
ફોનની બેટરી  3450mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે મલ્ટીયુજેસ દરમિયાન લગભગ 30 કલાક બેટરી બેકઅપ આપે છે. 

વેબદુનિયા પર વાંચો