આ એપ્સ પર જોઈ શકો છો ફ્રી ફિલ્મો અને તમારી પસંદગીના શો, સબ્સક્રિપ્શન લેવાની જરૂર નથી

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (17:35 IST)
ફિલ્મોના શોખીનો વચ્ચે નેટફ્લિક્સ અને હોટસ્ટાર જેવી એપ્સ અને વેબસાઈટ ખૂબ લોકપ્રિય છે. યૂઝર્સ આ એપ્સ અને વેબસાઈટ્સ પર જઈને પોતાની પસંદના કોઈપણ શોઝ અને ફિલ્મો જોઈ શકે છે. પણ આવુ કરવા માટે તેને એપ્સનુ સબસ્ક્રિપ્શન લેવુ પડે છે. 
 
આવામા અનેક યૂઝર્સ જે સબસ્ક્રિપ્શન નથી લઈ શકતા તેઓ પોતાનો ફિલ્મો જોવાનો શોખ પૂરો કરી શકતા નથી. પણ હવે આ મુશ્કેલીને ખતમ કરવા માટે આજે વેબદુનિયા તમને બતાવી રહ્યુ છે એવા એપ્સ જેના પર તમને કોઈ પૈસા ખર્ચ નહી કરવા પડે અને  ન તો સબ્સક્રિપ્શન લેવાની જરૂર છે. 
 
જાણો કંઈ કંઈ એપ્સ છે તમારા કામની 
 
Tubi TV 
 
નેટફ્લિક્સનો એક સારો વિકલ્પ છે ટૂબી ટીવી. જેના પર યૂઝર મૂવી અને ટીવી શોઝ જોઈ શકે છે. ટૂબી ટીવી એંડ્રોયડ, આઈઓએસ, એક્સ બૉક્સ અને પ્લે સ્ટેશન જેવા પ્લેટફોર્મ પર હાજર છે. ટૂબી ટીવીમાં અનેક ઓપ્શન્સ છે. આ એપ પર દરેક જૉનરની ફિલ્મ જોઈ શકે છે. 
 
Viewster
 
ઑન લાઈન મૂવી અને ટીવી શોઝ માટે વ્યૂસ્ટર પણ એક સારુ ઓપ્શન સાબિત થઈ શકે છે.  આ માટે તમને કોઈ મંથલી સબ્સક્રિપ્શન નહી આપવુ પડે. આ એપ એડ્રોયડ અને આઈઓએસ બંને સ્થાન મળી રહેશે. આ એપની સૌથી મોટી વિશેષતા તેની ઓન લાઈન સ્ટ્રીમિંગ છે. 
 
SnagFilms
 
ઓન લાઈન ફિલ્મ જોનારાઓ માટે સ્નૈગફિલ્મ્સ એક સારુ ઓપ્શન સાબિત થઈ શકે છે. સ્નેગફિલ્મ્સ એંડ્રોયડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર મળી રહેશે.  જેની વિશેષતા તેનુ અપડેશન છે.  સ્નેગફિલ્મ્સમાં રોજ ઓટો અપડેશન થાય છે. જેને કારણે રોજ સેક્શનને રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર