ગુજરાતમાં આવતીકાલથી ઓનલાઈન પોર્ટલ ઉપર રૂમ બુકિંગ વેલિડ નહીં ગણાય, લેવાયો નિર્ણય
શુક્રવાર, 30 નવેમ્બર 2018 (13:56 IST)
જો તમે ૧ ડિસેમ્બર પછી ગો આઈબીબો.કોમ અને મેકમાઈ ટ્રિપ.કોમ જેવા ઓનલાઈન પોર્ટલ ઉપર રૂમ બુક કરાવવાની યોજના બનાવતા પહેલા આ સમાચાર ધ્યાનમાં લેવા જરૂરી છે. ૧ ડિસેમ્બરથી અમદાવાદ ખાતેની હોટલો ઓનલાઈન પોર્ટલનું બહિષ્કાર કરવા જઈ રહી છે. ઓનલાઈન પોર્ટલ દ્વારા અનિશ્ચિત ડિસ્કાઉન્ટ અને ઓફર્સને કારણે તેમના માર્જિનમાં ઘટાડો થયો છે અને બિઝનેસમાં અવિશ્વાસનિયતા ઉભી કરાવામાં આવી છે.શુક્રવારે લગભગ ૩૦૦ હોટલના માલિકોની બેઠક પછી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન પોર્ટલ ગેરવાજબી ઓફર આપે છે જેના કારણે હોટલના માલિકોને નુકસાન સહન કરવો પડે છે તેના કારણે ઓનલાઈન પોર્ટલને બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોટલ અને રેશટોરન્ટ અસોસિએશન ગુજરાતના પ્રેસિડન્ટ નરેન્દ્ર સોમાનીએ જણાવ્યુ કે, શરૂઆતમાં ઓનલાઈન પોર્ટલ ૧૦ ટકા સુધી કમિશન લેતા હતા તે પછી હવે ઓનલાઈન પોર્ટલ ૪૦ ટકા સુધી કમિશન વસુલ કરે છે. આ ઉપરાંત હોટલના માલિકો સાથે કોઈ પણ ચર્ચા કર્યા વગર વિવિધ સ્કિમોની જાહેરાત કરવામાં આવે છે. બજેટ હોટલના માલિકોને આની સૌથી વધારે અસર થઈ છે. ઓનલાઈન પોર્ટલને કમિશન આપવાથી તેની નફાકારતા ઉપર અસર થવાની સાથે નુકસાન પણ કરતી હોય છે.ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં લગ્નની સીઝન શરૂ થવાની છે. જેમાં ગુજરાતની બહારના લોકો પણ મુલાકાતે આવતા હોય છે. આ ઉપરાંત જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થવાની છે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી અનુજ પાઠકે જણાવ્યુ કે, ઓનલાઈન પોર્ટલ પણ જંગી પ્રમાણમાં ખોટ કરી રહ્યા છે તે છતાં તે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ૧૧,૦૦૦ રૂમની ઈન્વેન્ટરી છે તેની સામે પપ૦૦ રૂમની માગ જોવા મળી રહી છે. સૌથી વધારે રૂમની માગ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના સમય રહેતી હોય છે જેમાં હોટલોમાં હેવી બુકિંગ જોવા મળે છે.