ઐયરને કોલકાતાએ 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો
કોલકાતાએ વેંકટેશ ઐયરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ટીમનો સૌથી મોંઘો ખેલાડી છે, પરંતુ અત્યાર સુધી તે પોતાની ટીમ માટે કંઈ ખાસ કરી શક્યો નથી. તેણે આરસીબી સામે છ રન બનાવ્યા હતા અને પછી મુંબઈ સામે માત્ર ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ફક્ત સનરાઇઝર્સ હૈદરાબાદ સામે, તેમના બેટમાંથી 60 રનની ઝડપી ઇનિંગ આવી. ત્યારબાદ તેમને LSG સામે પણ 45 રન બનાવ્યા. પંજાબ સામે તે ફક્ત સાત રન બનાવીને આઉટ થયો હતો. સોમવારે, તેણે 19 બોલમાં 14 રનની ખૂબ જ ખરાબ ઇનિંગ રમી. જો તેણે સારો સ્કોર કર્યો હોત તો કદાચ કોલકાતાની ટીમ જીત તરફ આગળ વધી શકી હોત, પરંતુ એવું થયું નહીં.