આઈપીએલ 2025 (IPL 2025) ના અડધાથી વધુ મુકાબલા ખતમ થઈ ચુક્યા છે. જ્યા જોવામા આવે તો હવે ક્યાક ને ક્યાક પ્લેઓફ માટે સ્પષ્ટ રૂપથી દેખાય રહ્યુ છે કે કંઈ ટીમો આગળ ક્વાલીફાય કરી રહી છે અએન કંઈ એવી ટીમો છે જેને માટે આગળ પ્લેઓફની યાત્રા મુશ્કેલ રહેવાની છે. હાલ આઈપીએલમાં 10 માંથી ત્રણ ટીમોએ લગભગ પ્લેઓફ માટે ક્વાલીફાય કરી લીધુ છે. બીજી બાજુ ચોથી પોઝીશન માટે હજુ પણ જોરદાર ટક્કર જોવા મળી રહી છે. જ્યા દરેક મેચની સાથે ફેરબદલ જોવા મળી રહ્યો છે.
IPL 2025: પ્લેઓફ માટે આ ટીમોની ટિકિટ પાક્કી
આઈપીએલ 2025 (IPL 2025) ના પોઈટ્સ ટેબલમાં એક નજર નાખીએ તો આ સમયે ગુજરાત ટાઈટંસ ટેબલ ટોપર બનેલી છે. બીજી બાજુ અક્ષર પટેલની કપ્તાની વાળી દિલ્હી કેપિટલ્સ બીજા નંબર પર અને રજત પાટીદારની આગેવાનીમાં આરસીબીની ટીમ ત્રીજા સ્થાન પર જોવા મળી રહી છે. જે આ સમયે પ્લેઓફ માટે ખૂબ વધુ મજબૂત દેખય રહી છે અને આ ટીમોએ અત્યાર સુધી જેટલી પણ મેચ રમી છે તેમા સારુ પ્રદર્શન કરી બતાવ્યુ છે.
આ સમયે ગુજરાત ટાઈટંસ પાસે સૌથી વધુ 12 અંક છે. બીજી બાજુ નંબર બે, નંબર ત્રણ, નંબર ચાર પર દિલ્હી કેપિટલ્સ, રૉયલ ચેલેંજર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની પાસે 10-10 અંક છે. જે આવનારા કેટલાક મુકાબલા જીતે છે તો પછી તેમને પ્લેઓફમાં પહોચતા કોઈ રોકી શકતુ નથી. આ ઉપરાંત જોવા જઈએ તો દરેક મેચની સાથે જે રીતે પોઈંટ્સ ટેબલમાં ફેરબદલ થઈ રહ્યો છે તેને આ મુકાબલાને વધુ રોચક બનાવી દીધો છે.
ચોથા સ્થાન માટે ચાલી રહી છે જોરદાર ટક્કર
વર્તમાન સમયમાં આઈપીએલ 2025 ( IPL 2025) ની પોઈંટ્સ ટેબલમાં ચોથા નંબર પર શ્રેયસ ઐયરની કપ્તાનીવાળી પંજાબ કિંગ્સની ટીમ છે જેને સતત કમાલનુ પ્રદર્શન કર્યુ છે અને ખૂબ જ સંતુલિત જોવા મળી છે. જો કે હજુ પણ તેમને માટે પ્લેઓફમાં પહોચવુ સરળ નથી. કારણ કે નંબર ચારની પોઝીશન માટે લખનૌ સુપરજાયંટ્સ અને થોડી ઘણી મુંબઈ ઈંડિયંસ સાથે પણ ટક્કર જોવા મળી રહી છે.
જો આ ટીમોએ આવનારી મેચમાં સારુ પ્રદર્શન કર્યુ તો પછી પંજાબ કિંગ્સ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. જો કે ગુજરાત ટાઈટંસ દિલ્હી કેપીટલ્સ, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ની સાથે આરસીબીએ પ્લેઓફમાં પોતાનુ સ્થાન પાક્કુ કરવુ છે તો 16 અંકોની જરૂર પડશે જ્યા આગળની મેચમાં તેમણે કોઈપણ રીતે જીત મેળવવી પડશે.