સીએસકેને એટીમ ને રાજસ્થાન રોયલ્સે 32 રનથી હરાવી દીધી. આ મેચમાં રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેનોએ કમાલની રમત બતાડી. રાજસ્થાનની ટીમે પહેલા બેટિંગ કરતા સીએસકેને 203 રનનુ ટારગેટ આપ્યુ. બીજી બાજુ સીએસકે માટે બે પ્લેયર્સને ખૂબ જ ખરાબ રમત બતાવી. આ ખેલાડીઓની ખરાબ ફોર્મનુ નુકશાન સીએસકેની ટીમને હરાવીને ચુકવવુ પડ્યુ. આ ખેલાડી સીએસકેની હાર માટે મોટા વિલન સાબિત થયા છે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે..
આ બોલરે કર્યા નિરાશ
તુષાર દેશપાંડે રાજસ્થાન રોયલ્સ માટે ખૂબ જ મોંઘા સાબિત થયા. તેમના વિરુદ્ધ રાજસ્થાનના બેટસમનેઓ ખૂબ રન ફટકાર્યા. તેમણે ચાર ઓવરમાં 42 રન આપ્યા અને 2 વિકેટ મેળવી. તેમણે મેચમાં 10.50ની ઈકોનોમી સાથે રન આપ્યા હતા. રાજસ્થાનના બેટ્સમેનોએ તેમને પોતાનો આસાન શિકાર બનાવ્યો હતો. તે તેમની લાઇન અને લેન્થથી સંપૂર્ણપણે ભટકી ગયા હતા.
અંબાતી રાયડૂને આકાશ સિંહના સ્થાન પર ઈમ્પેક્ટ પ્લેયરના રૂપમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પોતાનો પ્રભાવ છોડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. તે પોતાનુ ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા. તે જીરો પર આઉટ થયા. અંબાતી રાયડૂ જ્યારે ક્રીઝ પર પગ મુક્યો. ત્યારે સીએસકેની ટીમ 3 વિકેટ ગુમાવી ચુકી હતી અને તેમના પર રન બનાવવાની મોટી જવાબદારી હતી પરંતુ તેઓ તેમા સફળ થઈ શક્યા નથી. તેઓ સીએસકેની હારમાં મોટા વિલન સાબિત થયા છે.
રાજસ્થાન રોયલ્સે જીતી મેચ
જસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા CSKને 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાન તરફથી જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે શાનદાર ઇનિંગ્સ રમી હતી. તે જ સમયે, CSK માટે ફક્ત શિવમ દુબે જ ક્રિઝ પર રહી શક્યો. તેના 53 રનના યોગદાન સિવાય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. CSKની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેમનો સ્ટાર ઓપનર ડેવોન કોનવે માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, છેલ્લી ઘણી ઇનિંગ્સથી શાનદાર પ્રદર્શન કરી રહેલો અજિંક્ય રહાણે પણ માત્ર 15 રન જ બનાવી શક્યો હતો. CSKની ટીમને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.