ગુજરાત ટાઇટન્સનું અમદાવાદમાં 'હાર્દિક' સ્વાગત, ખેલાડીઓનું પુષ્પવર્ષાથી સ્વાગત

ગુરુવાર, 26 મે 2022 (10:23 IST)
IPLમાં ગ્રુપ સ્ટેજના તમામ 70 મેચ પૂર્ણ થયા છે. પ્લેઓફની ચારેય ટીમ નક્કી થઈ છે. જેમાં IPLની નવી ટીમ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી ગુજરાત ટાઈટન્સ પ્રથમ સ્થાને છે. ગુજરાત ટાઈટન્સની ટીમે ક્વોલિફાયર-1 જીતીને અત્યારે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તો બીજી તરફ હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટક્કર 27 મેએ અમદાવાદમાં રાજસ્થાન રોયલ્સ સામે થશે. તેમાં જે ટીમ જીતશે તે 29 મેએ ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.
આઇપીએલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવવાની હોવાથી ગુજરાતની ટીમે અમદાવાદમાં ધામા નાખ્યા છે. હાલ ટીમ હોટલ હયાતમાં રોકાશે. હોટલમાં આગમન વખતે તમામ ખેલાડીઓનું પુષ્પો દ્રારા સ્વાગત કરવામાં આવ્યું છે. આગામી મેચ 29 મેના રોજ રમાવવાની હોવાથી ખેલાડીઓને 3 દિવસનો આરામ મલશે. 
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અમદાવાદમાં પોતાના પુત્ર અગત્સ્યા અને પત્ની સાથે પહોંચ્યો છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાનો હાથ પકડી પુત્ર અગત્સ્યે હોટેલમાં પ્રવેશ કર્યો હતો. બંને વચ્ચે ખાસ બોન્ડ જોવા મળ્યું હતું. આ દરમિયાન પ્રાપ્ત થતી માહિતી અનુસાર અગત્સ્યા હાર્દિક પંડ્યા સાથે જ રહેવા માગતો હતો.
ગુજરાત ટાઈટન્સની ટીમ IPL 2022થી ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરી રહી હતી. તેવામાં દિગ્ગજ ટીમોને હરાવીને અત્યારે ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સિઝનમાં GTની લીગ મેચ સફર અંગે જણાવીએ તો ટીમે 14 મેચ રમી છે જેમાંથી 10માં જીત મેળવી છે જ્યારે 4 મેચમાં હારનો સામનો કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર