IPL 2017: સહેવાગને વિશ્વાસ આ 2 ખેલાડીઓ દ્વારા Kings XIને મળશે મજબૂતી

સોમવાર, 3 એપ્રિલ 2017 (16:46 IST)
કિંગ્સ ઈલેવન પંજાબના ક્રિકેટ સંચાલન પ્રમુખ વીરેન્દ્ર સહેવાગને પૂરો વિશ્વાસ છેકે વરુણ એરોન અને ડેરેન સૈમી જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને જોડવાથી ટીમને દસમાં આઈપીએલમાં મજબૂતી મળશે. સહેવાગે કહ્યુ, વરુણ એરોન, ટી નટરાજન અને ડેરેન સૈમી જેવા નવા ખેલાડીઓના આવવાથી ટીમ નવા કૌશલ અને વિચારો સાથે ઉતરશે. 
 
આ શિબિરમાં અમારી આક્રમક, સાહસિક અને બેપરવાહ શૈલીની ક્રિકેટને વિકસિત કરવા પર ધ્યાન આપવામાં આવશે. કિંગ્સ ઈલેવનની શિબિર 2 એપ્રિઅલ્થી હોલ્કર સ્ટેડિયમમાં શરૂ થશે. સહવાગે કહ્યુ કે અમને આઈપીએલ 10થી ઘણી આશાઓ લગાવી રાખી છે અને ક્રિકેટ શિબિર સફળ સીઝન માટે પ્રથમ સીડી હશે. 
 
આ પૂર્વ ભારતીય કપ્તાને કહ્યુ કે ગયા વર્ષે ખેલાડીઓને રિટેન કરવાથી ટીમનો પરસ્પર તાલમેલ સારો રહેશે. તેમને કહ્યુ, મને ખુશી છે કે અમે ક્રિકેટ શિબિરથી આઈપીએલ દસ અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. અમે અગાઉના સત્રના ઘણા ખેલાડીઓએન રિટેન કર્યા છે જેનાથી અમારા ખેલાડીઓ વચ્ચે સારો તાલમેલ રહેશે. 

વેબદુનિયા પર વાંચો