Budget 2024: શુ બજેટ પછી સસ્તા થશે સ્માર્ટફોન ? શુ કસ્ટમ ડ્યુટી ઓછી કરવાથી ગ્રાહકોને ફાયદો થશે ? જાણો

સોમવાર, 29 જાન્યુઆરી 2024 (18:16 IST)
-  કસ્ટમ ડ્યુટી ચાર્જમાં રાહત, જેને કારણે સ્માર્ટફોનની કિમંત ઘટી શકે 
-  સ્માર્ટફોન કંપનીઓ ઉત્પાદનોની કિંમત નક્કી કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
Budget 2024: 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ અંતરિમ બજેટ રજુ કરશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મોબાઈલ ઈકવીપમેંટ્સના કેટલ આક પાર્ટસમાં કસ્ટમ ડ્યુટી ઓછી કરવામાં આવી શકે છે.  બીજી બાજુ અગાઉ આવેલ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ(GTRI) માં કહેવામા આવ્યુ છે કે સરકારને સ્માર્ટફોન બનાવવામા  વપરાતા ઈલેક્ટ્રોનિક્સ કંપોનેટ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવી ન જોઈએ.  રિસર્ચર્સનુ માનવુ છે કે કંપોનેંટ્સના વર્તમાન રેટને ભારતમાં ઈંડસ્ટ્રી ગ્રોથ અને લોંગ ટર્મ ડેવલોપમેંટનુ બેલેંસ કાયમ રહેશે. 
 
કસ્ટમ ડ્યુટીમાં રાહતની શક્યતા 
2024 લોકસભા ચૂંટણી પહેલા રજુ કરવામાં આવેલ અંતરિમ બજેટમાં સરકાર સ્માર્ટફોનના કંપોનેંટ પર લાગનારી કસ્ટમ ડ્યુટી ચાર્જમાં રાહત આપી શકે છે. જેને કારણે સ્માર્ટફોનની કિમંત ઘટી શકે છે અને આગામી નાણાકીય વર્ષમાં સ્માર્ટફોન  સસ્તા થઈ શકે છે.  જો કે આ સંપૂર્ણ રીતે સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ પર નિર્ભર રહેશે કે તે પોતાના ગ્રાહકોને સસ્તા ફોન પુરા પાડશે કે નહી. 
 
ગયા વર્ષે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાતા કેમેરા લેન્સ સહિત કેટલાક ઘટકો પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. ઉપરાંત, ફોનમાં વપરાતી લિથિયમ-આયન બેટરી પર આપવામાં આવેલી છૂટને બીજા વર્ષ માટે લંબાવવામાં આવી હતી. સ્માર્ટફોન કંપનીઓ માટે ભારત એક મોટું બજાર છે. Apple, Samsung, Xiaomi, Vivo, Oppo, Google જેવી બ્રાન્ડ ભારતમાં તેમના સ્માર્ટફોન બનાવી રહી છે.
 
શુ ઘટી જશે સ્માર્ટફોનની કિમંત ?
 
કેન્દ્ર સરકારનો મેક-ઈન-ઈન્ડિયા કાર્યક્રમ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓને ભારતમાં તેમના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે આકર્ષિત કરી રહ્યો છે. એપલે ભારતમાં તેના આઈફોનનું ઉત્પાદન અનેક ગણું વધાર્યું છે. તે જ સમયે, ગૂગલે પણ ભારતમાં તેના Pixel સ્માર્ટફોન બનાવવાની જાહેરાત કરી છે , કમ્પોનન્ટ્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાને કારણે સ્માર્ટફોનની કિંમત ઘટાડવાનો નિર્ણય સંપૂર્ણપણે તેને બનાવતી કંપની પર નિર્ભર છે. સ્માર્ટફોન કંપનીઓ તેમના ઉત્પાદનોની કિંમત નક્કી કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર