Nari Shakti - NYKAA ની ફાલ્ગુની નાયર સૌથી અમીર સેલ્ફ મેડ વુમન

રવિવાર, 7 ઑગસ્ટ 2022 (00:06 IST)
HCL ટેક્નોલોજીની રોશની નાદર મલ્હોત્રા દેશની અમીર મહિલાઓની યાદીમાં પ્રથમ ક્રમે છે. તે સતત બીજા વર્ષે આ યાદીમાં પ્રથમ ક્રમે છે. યાદી અનુસાર તેમની સંપત્તિ 84,330 કરોડ રૂપિયા છે.
 
ફેશન બ્રાન્ડ NYKAA CEO ફાલ્ગુની નાયરે સૌથી અમીર સેલ્ફ મેડ વુમન બનવા મામલે બાયોકોનની સીઇઓ કિરણ મજૂમદાર શોને પાછળ છોડી દીધી છે. કોટક પ્રાઇવેટ બેકિંગ હુરૂન લીડિંગ વેલ્ધી વમન લિસ્ટના અનુસાર NYKAA CEOની સંપત્તિમાં 963%ના વધારા સાથે દેશની બીજી સૌથી ધનિક મહિલા બની છે.
HCL ટેક્નોલોજીસની રોશની નાદર મલ્હોત્રા આ યાદીમાં ટોચ પર છે. તે સતત બીજા વર્ષે આ યાદીમાં ટોચ પર છે. યાદી અનુસાર તેમની સંપત્તિ 84,330 કરોડ રૂપિયા છે. આ યાદીમાં તે એકમાત્ર મહિલા છે જે લિસ્ટેડ આઈટી કંપનીનું નેતૃત્વ કરી રહી છે. તેમના પછી ફાલ્ગુની નાયર 57,520 કરોડની નેટવર્થ સાથે યાદીમાં બીજા ક્રમે છે.
 
હુરુન લીડિંગ વેલ્ધી વુમન 2021ની યાદીમાં ટૉપ 100માં ગુજરાતની માત્ર બે મહિલાઓને સ્થાન મળ્યું છે. રૂ. 3830 કરોડની સંપત્તિ સાથે એસ્ટ્રલ કંપનીની જાગૃતિ સંદીપ એન્જિનિયર 17મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 149 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે રૂ. 450 કરોડની સંપત્તિ સાથે અનુપમ રસાયણ ઈન્ડિયા કંપનીનાં મોના આનંદ દેસાઈ 81મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 29 ટકાનો વધારો થયો છે.
 
 
મુંબઇમાં ઉછરેલાં ફાલ્ગુની મહેતા લગ્ન બાદ ફાલ્ગુની નાયર બન્યાં હતાં. ફાલ્ગુની નાયરનાં દાદી કમળાબેન, દાદા રતિલાલ મહેતાની હવેલી આજે પણ મોરબીના હળવદમાં છે. ફાલ્ગુનીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી બી.કોમ.માં ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદ આઇઆઇએમમાંથી એમબીએ કર્યું હતું. 1987ના મે મહિનામાં ફાલ્ગુનીએ સંજય નાયર સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરો અંકિત અને એક દીકરી અદ્રિતા છે. બંને સંતાનો પણ નાયકામાં માતા સાથે કામ કરી રહ્યાં છે. સંજય સાથે ફાલ્ગુનીની મુલાકાત અમદાવાદ આઇઆઇએમમાં જ થઇ હતી. ફાલ્ગુનીના પિતા બેરિંગ કંપની ચલાવતા હતા. બેન્કની મોટા પગારની નોકરી છોડી 2012માં નાયકા કંપની શરૂ કરી હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર