ટિપ્સ -
- સૌથી પહેલા સફરમાં તમારી સાથે થોડો સામાન અને દવાઓ રાખવી જોઇએ જેવી કે માથાના દુખાવાની દવા, બેચેનીની દવા, ગેસની સમસ્યાની દવા કે કબજિયાતની સમસ્યા વગેરેથી બચવાની તમામ વ્યવસ્થા રાખવી જોઇએ.
- સફરમાં જતા પહેલા તમે તમારા કપડાં, રૂમાલ અને ટુવાલ લઇ જવાનું ન ભૂલશો.
- સાફ-સફાઈનું ધ્યાન રાખતા બહારનું ખુલ્લુ પાણી ન પીઓ પણ સીલ બંધ બોટલ જ ખરીદો. જો શક્ય હોય તો તમારી પાસે ઘરેથી જ ભરેલી પાણીની એક બોટલ રાખો.
- જ્યાં જઇ રહ્યાં છો ત્યાંના વાતાવરણ વિષે જાણકારી મેળવી લો અને એ હિસાબે કપડાં લઇને જાઓ.
- જો યાત્રા પર જતાં પહેલા એ સુનિશ્ચિત કરી લો કે ક્યાંક તમે કોઇ ચેપી બીમારીથી પ્રભાવિત વિસ્તારમાં તો નથી જઇ રહ્યાં ને.