વાળથી લઈને ઘરના કામ સુધી મદદગાર છે કોકા-કોલા

ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (17:01 IST)
સોફટ ડ્રિંકમાં સૌથી વધારે કોકા કોલાને પસંદ કરાય છે. લોકો ફાસ્ટ ફૂડના સાથે કોકા કોલા પીએ છે. કોકા કોલાના ઘણા ફાયદા એવા છે જેના વિશે વધારેપણુ લોકો નહી જાણતા. વાળથી લઈને ઘરના કામો સુધી કોકા કોલાના ઉપયોગ કરાય છે. આજે અમે તમને અગણિત ફાયદાના વિશે જણાવીશ 
1. નેચરલ કર્લ 
 
કોકા-કોલાનો ઉપયોગ વાળમાં કર્લ નાખવા માટે પણ કરાય છે. વાળને તેનાથી ભીના કરી લો અને 5-19 મિનિટ સુધી એમજ રહેવા દો. પછી શેમ્પૂથી ધોઈ લો. 
 
2. ચ્વીગમ કાઢવામાં મદદગાર - વાળમાં ચ્યૂઈંગમ લાગી જાય છે જે બહુ કોશિશ કરતા પણ નહી નિકળતી. કોકા કોલાથી ચ્યૂઈંગમને સરળતાથી કાઢી શકાય છે. થોડી કોકને ગમપર નાખી અને થોડીવાર માટે એમજ રહેવા દો. પછી ધીરે-ધીરે ગમને કાઢી  લો. આ પ્રક્રિયાને કરવામાં થોડા સમય જરૂર લાગે છે પણ વાળ કાપવાની જરૂર નહી પડતી. 
 
3. હેયર બ્લીચિંગ- ઘણી વાર ડાઈ કરાવવાથી રંગ બહુ ડાર્ક થઈ જાય છે. જે જોવામાં સારા નહી લાગતા. ત્યારે વાળને કોકા કોલાથી ધોઈને બ્લીચ કરી શકો છો. 
 
4. કીટ સંરક્ષણ- ભારતમાં ખેડૂત તેમની ઉપજને કીટકથી બચાવા માટે કોકા-કોલાનો ઉપયોગ કરે છે. જો તમારા ઘરના ગાર્ડનમાં કીડા-મકોડા છે તો કોકા -કોલા સ્પ્રે કરી દો. તેનાથી બધા કીટક ખત્મ થઈ જશે. 
 
5. શરીરના કોઈ બહારી ભાગ કીડા કાતરતા તેના પર કૉટનથી કોકા-કોલામાં પલાળીને તે જગ્યા પર લગાડો. તેનાથી દુખાવામાં રાહત મળે છે. 
 
6. બાથરૂમ ક્લીનર- કોકા-કોલાથી તમે ટૉયલેટને પણ સાફ કરી શકો છો. ટાયલેટ પર કોકા-કોલાનો સ્પ્રે કરો. રાતભર આવી રીતે રહેવા દો. સવારે પાણીસાથે ટાયલેટને સાફ કરી નાખો. 
 
7. વાસણ સાફ કરો- કોકા-કોલામાં રહેલ કેફીન અને એસિડ વાસણને ચમકાવામાં મદદગાર છે. સ્પંજની સહાયતાથી વાસણને કોકા-કોલા લગાવો અને થોડા સમય માટે તેને એમજ રહેવા દો. પછી પાણીથી ધોઈ લો. 
 
8. દુર્ગંધ દૂર કરવામાં મદદગાર - ઘણી વાર વસ્તુઓથી ગંદી ગંધ આવવા લાગે છે . ત્યારે પાણીમાં થોડી કોકા-કોલા મિક્સ કરી તેમાં ધોવું. તેનાથી દુર્ગંધ દૂર થશે. ધ્યાન રાખો કે જો તમારા કપડાની ગંધ દૂર કરવા માટે કોકા-કોલા ઉપયોગ કરી રહ્યા છો તો તે કપડા મશીન માં ન ધોવા. 
 
 
 

વેબદુનિયા પર વાંચો