Home Tips - ખૂબ જ કામની છે આ કિચન ટિપ્સ - જરૂર ધ્યાનમાં રાખો
શનિવાર, 31 માર્ચ 2018 (16:39 IST)
1. જો તમે રાત્રે ચણા પલાડવાનુ ભૂલી ગયા છો અને સવારે તમારે ચણાનુ શાક બનાવવુ છે તો કુકરમાં ચણા સાથે પપૈયાના ટુકડા નાખી દો. તેનાથી ચણા સહેલાઈથી બફાય જાય છે.
2. જો બટાકા રીગણ વગેરે શાક સમાર્યા પછી ભૂરા પડી જાય છે. તો શાકભાજીને કાપીને તરત મીઠાના પાણીમાં નાખી દોઇ. તેનો રંગ ભૂરો નહી થાય.
3. જો ક્યારેક શાકમાં મીઠુ વધારે જાય તો લોટની નાની નાની ગોળીઓ બનાવીને શાકમાં નાખી દો. હવે ઉકળ્યા પછી શાકભાજીમાંથી લોટની ગોળીઓ કાઢી લો.
4. દહીવાળા શાકભાજીમાં મીઠુ ઉકળી ફૂટ્યા પછી નાખો. આવુ કરવાથી દહી ફાટે નહી સાથે જ ધીમા તાપ પર હલાવતા પકવો.
5. પનીરનુ શાક બનાવવા માટે પનીર તળ્યા પછી તેને થોડી વાર ગરમ પાણીમાં મુકો પછી પાણીમાંથી કાઢ્જીને ગ્રેવીમાં થોડીવાર પકવો. પનીર નરમ રહેશે.
6. ભરવા શાક બનાવતી વખતે મસાલામાં થોડી સેકેલી મગફળીનો ચુરો નાખવાથી શાક સ્વાદિષ્ટ બને છે.
7. ભીંડા કાપતી વખતે ચપ્પુ પર લીંબૂ લગાવી લો. તેનાથી ભીંડાની લેસ ચોંટે નહી.
8. બદામને ગરમ પાણીમાં 15-20 મિનિટ પલાળી રાખવાથી છાલટા સહેલાઈથી ઉતરી જાય છે.