હોમ ટિપ્સ - ખૂબ જ કામની છે આ હોમ ટિપ્સ, જરૂર વાંચો

રવિવાર, 18 ડિસેમ્બર 2016 (00:01 IST)
ગરમીની ઋતુમાં રસોડામાં પડેલો સામાન સુકવા માંડે છે. ફળ અને શાકભાજી કરમાય જાય છે અને જો પાણીમાં વધુ સમય માટે મુકી રાખીએ તો સડવા માંડે છે. આ ઉપરાંત બીજી પણ અનેક પ્રોબ્લેમ છે જે આપણને ગરમીની ઋતુમાં ખૂબ પરેશાન કરે છે. તેમાથી કેટલીક સમસ્યાઓનો ઉકેલ આપણે સહેલઈથી કરી શકીએ છીએ. ચાલો આજે અમે તમને કેટલીક ટિપ્સ બતાવીએ છીએ જે તમને ખૂબ કામ લાગશે. 
 
- કેળા એક દિવસ ઘરમાં મુકો તો બીજા દિવસે જ કાળા પડવા માંડે છે. તેને 3 થી 5 દિવસ સુધી ફ્રેશ રાખવા માટે કેળાના ઉપરનો ભાગ(જ્યાથી એક કેળુ બીજા કેળા સાથે જોડાયેલુ રહે છે)ને પ્લાસ્ટિકના રેપથી લપેટી લો. તે પાકી નહી જાય. 
 
- ગરમીમાં લીંબૂ સૂકાય જાય છે. આવામાં લીંબુને એક કલાક ગરમ પાણીમાં પલાળી મુકો તેનાથી લીંબૂ નરમ પડી જશે અને રસ પણ વધુ નીકળશે. 
 
- અનેકવાર ફ્રિજમાં જુદો જુદો સામાન મુકવાથી દુર્ગંધ આવવા માંડે છે. આ દુર્ગંધને દૂર કરવા માટે તેને બેકિંગ સોડાથી સાફ કરો.  બેકિંગ સોડાને પાણીમાં ઓગાળી લો પછી તેનાથી ફ્રિજને સ્પંજ કરો અને પછી ચોખ્ખા પાણીથી લૂછો. 
 
- કપડા પર શાહીના દાગ મટાડવા માટે તરત એ ભાગ પર ટૂથપેસ્ટ લગાવી લો અને ટૂથપેસ્ટના સૂકાવાની રાહ જુઓ. જ્યારે આ સૂકાય જાય ત્યારે કપડાને ધોઈ લો. 
 
- હાથમાંથી લસણની દુર્ગંધને દૂર કરવા માટે  હાથને સ્ટીલના વાસણથી રગડો. દુર્ગંધ નીકળી જશે. 
 
- ચ્યુઈંગમ જો ક્યાક ચોંટી જાય તો તેને કાઢવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે. કપડા પર ચ્યુઈંગમ ચોંટી જાય તો તેને ઉતારવા માટે કપડાને એક કલાક માટે ફ્રિજમાં મુકી દો.  કડક થતા પછી તે કપડા પરથી નીકળી જશે. 
 
- ટામેટાને તાજા મુકવા માટે એક ઉપર એક ટામેટા મુકો પણ તેના ડંથલવાળો ભાગ નીચેની તરફ રહેવો જોઈએ. 
 
- ડુંગળી આંખોમાં લાગે છે અને આંસૂ નીકળે છે તો તેને રોકવા માટે ચ્યૂઈંગમ ખાવ તેનાથી આંખમાંથી આંસૂ નહી આવે. 
 
- ઉંદરથી છુટકારો મેળવવા માટે ખૂણામાં કાળા મરીનો પાવડર છાંટી દો. ઉંદર ભાંગી જશે. 
 
- કાચને ચમકાવવા માટે સ્પ્રાઈટનો ઉપયોગ કરો. 
 
- ઘરમાંથી કીડીઓને ભગાડવા માટે કાકડીના છાલટાનો પ્રયોગ કરો. જે કાણામાંથી કીડીઓ નીકળે છે ત્યા કાકડીના છાલટા મુકી દો. 

વેબદુનિયા પર વાંચો