Malai Storing Tips: ઘી માટે મલાઈ સ્ટોર કરતા આવે છે વાસ તો અજમાવો આ ટીપ્સ

બુધવાર, 29 મે 2024 (14:41 IST)
How to Store Malai for Long Term: ન માત્ર ઘી માટે પણ ઘણી બધી ડિશ માટે પણ મલાઈનો ઉપયોગ કરાય છે. મલાઈને સ્ટોર કરવુ તો સરળ છે પણ તેને સ્મેલ ફ્રી રાખવુ મુશ્કેલ ચાલો સ્ટોરિગ માટે કેટલાક ટિપ્સ જાણી લો. 
 
ગરમીમાં માટીના વાસણમાં મલાઈને સ્ટોર કરવુ જોઈએ. માટેના વાસણમાં રાખેલી વસ્તુઓ ઠંડી રહે છે. સાથે જ તેમાં રાખેલી મલાઈ ખરાબ પણ નહી હોય છે અને તેમાં માટીમાં રહેલ પોષક તતવ પણ મલાઈને મળે છે. આમ તો તમે માટીના વાસણમાં બાર મહીના મલાઈ સ્ટોર કરી શકો છો પણ ઉનાડામાં વધારે ગરમીના કારણે માટીના વાસણમાં વસ્તુઓ સ્ટોર કરવુ વધારે ફાયદાકારી છે. 
 
બજારથી કાળી કે લાલ રંગની માટીનુ માટલુ લઈ આવો. તે વાપરતા પહેલા મીઠુ કે લીંબૂ લગાવી સારી રીતે સાફ કરી લો અને પાણીમા ધોઈને પાણીમાં ડુબાળીને છોડી દો. 
માટીના વાસણને રાતભર કે 20-25 કલાક માટે પાણીમાં છોડી દો. માટીના માટલીને પાણીમાં છોડ્વાથી માટી સારી રીતે પાણી શોષી લેશે. જેનાથી ફરી થી તે મલાઈ દૂધ કે પછી ઘીને શોષશે નહી 
માટીના વાસણને સાફ કર્યા પછી, તેમાં ઘી લગાવો અને પછી ક્રીમ સ્ટોર કરવાનું શરૂ કરો. તમે ક્રીમના પોટને રેફ્રિજરેટરમાં ઢાંકીને રાખી શકો છો. બીજી તરફ જો તમારી પાસે ફ્રીજ ન હોય તો તમે જાડા રૂમાલને ભીનો કરીને બાંધીને ક્રીમ ધરાવતું પોટ રાખી શકો છો.
ઉનાળામાં, ક્રીમને 8-10 દિવસ માટે રેફ્રિજરેટર વગરના વાસણમાં રાખો, પછી તેને મંથન કરો અને માખણ કાઢો. નહીં તો ગરમીને કારણે ક્રીમમાંથી દુર્ગંધ આવવા લાગશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર