ગિફ્ટ રેપિંગના અનોખા ઉપાય

શુક્રવાર, 17 ઑક્ટોબર 2014 (16:32 IST)
બટન નૉટ 
 
એક સાદા કાગળથી ઉપહાર પેક કરો ,પછી એક મોટું  બટન લઈ તેને એક દોરામાં પિરોવા ,જેમાં તે આગળની તરફ જાય ,તે પછી દોરાને બીજા તરફથી બાંધીને તેની એક છોર આગળના બટન તરફ લાવો ,જેથી બટનના છીદ્રમાંથી બન્ને દોરાને કાઢીને તેમની ગાંઠ બાંધી શકાય  . 
 
ગિફ્ત વિથ બો 
 
ઉપહારને પહેલા કોઈ સાદા કાગળથી રેપ કરી લો. હવે બે જુદા-જુદા રંગોની શીટ લો અને તેને બો જેવો આકાર આપી. તેને   ભેટ પર ગ્લૂની મદદથી ચોંટાડી દો. તૈયાર છે તમારો ગિફ્ટ વિથ બો. 
 
ફેદર ગિફ્ટ 
 
સૌથી પહેલાં ઉપહારને રેપિંગ પેપરથી પેક કરી લો. તે પછી બે જુદી-જુદી રંગોની શીટ લો. તેને લેદર સ્ટાઈલમાં કટ કરો. રંગીન ડોરાને પેપર પર લપેટો . તેના ડોરામાં ફેદરને પણ બાંધો. તૈયાર છે તમારુ ફેદરવાળુ ગિફ્ટ પેક .
 
કોન ગિફ્ટ 
 
જો તમારે કોઈ નાનું ગિફ્ટ આપવું છે. તો કોન ગિફ્ટ રેપિંગનો આઈડિયા સારો  છે. એક કાગળ લો તેને કોણના આકારમાં ચોંટાડી લો. કોનના આગળના ભાગમાં પંચ કરો.અને એક પાતળો કાગળ પર કંઈક લખીને પંચ વાળા ભાગ પર ચોંટાડી દો. તેના પર એક બટરફલાઈ ફ્લેપની જગ્યાએ ચોંટાડી દો. તૈયાર છે કોન ગિફ્ટ .
 
ગિફ્ટ વિથ ફોટોસ 
 
ભેટમાં જો પોતીકાપણું હોય તો તે અમૂલ્ય થઈ જાય છે. આ વખતે તમે જે પણ ભેટ તમારા ભાઈને કે કોઈ ખાસ સગાવહાલાંઓને આપશો તેને આપો પર્સનલ ટચ . ભાઈ સાથે તમારી કોઈ સારી ફોટો હશે . તેમાંથી સારી ફોટો કાઢીને ભેટ   રેપ કરીને તેના પર ગ્લૂની મદદથી ફોટા ચોંટાડી દો.  
 

વેબદુનિયા પર વાંચો