1. વાઈબ્રેટ કલર્સ - બેડરૂમમાં સૌથી ખાસ સ્થાન બેડનું હોય છે. આ વાતને માની લેવી સારી છે. આ ઋતુમાં ઠંડક ભળી ચુકી હોય છે. તેથી જરૂરી છે કે આ સ્થાન ગરમાહટનો અહેસાસ કરાવનારુ હોય. બેડ પર તેથી પણ વિશેષ ધ્યાન દેવુ જરૂરી છે. કારણ કે વાદળોને કારણે અંધારાનો અહેસાસ આ દિવસોમાં કંઈક વધુ જ થાય છે. તેથી બેડ શીટ્સના રંગ લાઈટ હોવા જોઈએ. વાઈબ્રેટ કલર્સથી પણ વાતાવરણમાં ગરમી વધશે. યલો, ગ્રીન અને ઓરેંજ કલર્સને આ ઋતુ માટે સહેલાઈથી પંસદ કરી શકાય છે. બેડરૂમમાં મુકેલા કુશન પણ આ જ રીતે ચટખ રંગના હોવા જોઈએ.