હેલ્થ કેર - નારિયેલ તેલના આવા ઉપયોગ વિશે જાણો છો ?

બુધવાર, 2 જુલાઈ 2014 (15:51 IST)
લાંબા અને જાડા વાળ માટે જો તમે દાદીમાના સમયથી નાળિયેર તેલ વાપરતા હોય તો તેના એવા અનેક ઉપયોગ વિશે પણ જાણી લો જેના જુદા જુદા ઉપયોગ તમારે માટે લાભકારે સાબિત થઈ શકે છે. 
 
અહીં, નાળિયેર તેલના 7 આશ્ચર્યજનક ઉપયોગ જે અનેક રીતે લાભદાયી નીવડી શકે છે.  
 
શેવિંગ ક્રીમનો વિકલ્પ
 
તમે હવે શેવિંગ ક્રીમ માટેના પૈસા બચાવી શકો છો.ચામડીને ભીની કરી એના પર નાળિયેર તેલ લગાવી તેના પર રેઝર ચલાવો .આનાથી શેવિંગ સ્મુથલી થવા ઉપરાંત  રેઝર બર્ન અને ડ્રાઈ સ્કીનથી બચાવ કરે છે.  
 
માઉથવાશ  
 
બજારમાં વેચાતા માઉથવાશમાં રહેલો અલ્કોહલ અને ફ્લોરાઇડ જેવા રસાયન હાનિકારક બની શકે છે. આયુર્વેદમાં નાળિયેર તેલના કોગળા કરવાનું ખૂબ મહત્વ છે. મોં માં નાળિયેર તેલ ભરી કોગળા કરવાથી બેક્ટેરિયા દૂર રહેશે. 
 
કરચલીઓ દૂર કરો 
 
નાળિયેર તેલમાં  વિટામિન ઇ ના કેપ્સ્યુલ નાખી રાત્રે ચહેરા પર કરચલીઓના સ્થાને લગાવવા અને સવારે પાણીથી ધોઈ નાખો. તે ત્વચામાં ખેંચાવ લાવે છે  અને  કરચલીઓ ઘટાડે છે. 
 
ભૂખ શાંત કરવા માટે  
 
નાળિયેર તેલથી બનાવવામાં આવેલ  અથવા તળેલા ખોરાક ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આ મીડિયમ સૈચુએટેડ ફેટી એસિડ યુક્ત હોય છે જે લાંબા સમય સુધી ભૂખ શાંત રાખવામાં મદદરૂપ છે .
 
ડાયપર ક્રીમ 
 
બાળકોને લાંબા સમય સુધી ડાયપર પહેરાવતા તેમની ત્વચા સુકાય જાય છે. તેમની સ્કીન કેર માટે નાળિયેર તેલ કરતા સસ્તો અને અસરકારક વિકલ્પ શુ હોઈ શકે.  
 
બાથરૂમ ક્લીનર 
 
બાથરૂમમાં શાવર, નળ જેવા ઉપકરણો સાફ કરવા માટે કપડામાં નાળિયેર તેલ લગાવી સ્ક્ર્બ કરતા તે ચમકવા લાગશે. 
 
નેચરલ ડિયોડ્રેંડ  
 
નાળિયેર તેલના  ઉપયોગથી તમે આખો દિવસ પરસેવોના દુર્ગંધથી  દૂર રહી શકો છો. છ ચમચી નાળિયેર તેલમાં 1/4  કપ બેંકિંગ સોડા મિક્સ કરો. 1/4 કપ આરારોટ, અને થોડા ટપકા યુકોલિપટસ કે મિંટ ઑઈલના મિક્સ કરી એક શીશીમાં ભરી રાખો. 
 

વેબદુનિયા પર વાંચો