ભોજનને સુરક્ષિત રાખવાના કેટલાક સરળ ઉપાય

મંગળવાર, 29 નવેમ્બર 2016 (12:09 IST)
ભોજનને સુરક્ષિત મુકવુ એટલુ જ જરૂરી છે જેટલુ તેને સંતુલિત મુકવુ. કેટલાક સરળ ઉપાયોથી આપણે આપણા ભોજનને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ. 
 
ખરીદારી સમજદારીથી કરો 
 
ઈંટરનેશનલ  કન્ફૈડરેશન ઓફ ડાયટૈટિક એસોસિએશન્સની ડાયરેક્ટર મુજબ, 'તાજેતરમાં જ એક કરિયાણાની દુકાન પર સેકેલા ચણા બાજરા અને લોટના પેકેટ પર પોષક તત્વોની માત્રા એક જેવી જ હતી. લેબલને ધ્યાનથી વાચવુ ભોજનની સુરક્ષા માટે જરૂરી છે.'  પેકબંધ ખાદ્યોને બદલે મોસમ અનુસાર ફળ અને શાકભાજી ખરીદો. 
 
સારી રીતે ધોઈને પ્રયોગ કરો  
 
કીટનાશકો અને ઉર્વરકોના સંકટને ઓછુ કરવા માટે આ સૌથી સરળ તરીકો છે.  થોડીવાર માટે શાકભાજી અને ફળોને પાણીમાં ડૂબાડી દો. તમે આ પાણીમાં થોડો સોડા પણ મળી શકે છે. આ એક એસિડિક ક્લીંઝરના રૂપમાં કામ કરે છે. શાકભાજીઓને થોડુ રગડો અને પછી નળ નીચે ધોઈ લો.  ઉપયોગ કર્યા પહેલા અને પછી કટિંગ બોર્ડ્સને સારી રીતે સાફ કરો.  
 
તાપમાનનુ મહત્વ 
 
સારી રીતે પકાવેલ દરેક પ્રકારનુ મીટ, પોલ્ટ્રી ઉત્પાદ અને સી-ફૂડમાંથી બેક્ટેરિયા મરી જાય છે. વસ્તુઓને એ તાપમાન સુધી ગરમ કરો જેનાથી એ ખાતરી થઈ જાય કે દરેક પ્રકારના બેક્ટેરિયા મરી જશે.  તૈયાર થયેલ ભોજનને 2 કલાકની અંદર ફ્રીજમાં મુકી દો.  ભોજનને ક્યારેય રૂમના તાપમાન પર ડીફ્રોસ્ટ ન કરો. ડીફ્રોસ્ટ કરવા માટે કાયમ રેફ્રિજરેટર ઠંડા પાણી કે માઈક્રોવેવનો ઉપયોગ કરો. 
 
સાફ-સફાઈનુ રાખો ધ્યાન 
 
જ્યા સુધી સાફ સફાઈની વાત આવે છે તો કોઈ પણ પ્રકારની સમજૂતી ન કરો. તમારા હાથ, રસોઈ અને ભોજન કાપનારા બોર્ડને કાયમ સાફ રકહો. ભોજન પકવવા માટે કાયમ સાફ-સુરક્ષિત પીનારુ પાણીનો ઉપયોગ કરો.  જો ક્યાય બહાર જમવુ પડે તો સાફ સફાઈના માનકોની તપાસ કરો કે શુ તેનુ પાલન  કરવામાં આવી રહ્યુ છે ? આ સ્થાનની કટલરી અને સ્ટાફની સાફ સફાઈ પર પણ ધ્યાન આપો. જો સાફ સફાઈ ઠીક ન હોય તો મેનેજર સાથે સંપર્ક કરો. 
 

વેબદુનિયા પર વાંચો