જીન્સ ધોવાથી ખરાબ થઇ જાય છે.

મંગળવાર, 19 જુલાઈ 2016 (13:06 IST)
જો એક્સપર્ટનું માનવામાં આવે તો જીન્સ ધોવું જોઇએ નહીં. આ સાંભળીને ઘણા લોકો હેરાન થઇ જશે પરંતુ સત્ય આ જ છે. જીન્સને ધોવાથી તેની ક્વોલીટી ખરાબ થઇ જાય છે. એટલે આજે અમે તમને જણાવીશું જીન્સને કેવી રીતે સાફ કરવું જોઇએ.

જો તમારા જીન્સમાં કોઇ ડાઘા પડી જાય તો તેને તમે ટૂથબ્રશથી સાફ કરો. હકીકતમાં એક સારી જીન્સને લોશિંગમશીનમાં ધોવાની જરૂર નથી. આવું એકદમ ઓછું હોવું જોઇએ.
આ માટેનું કારણ એવું છે કે જીન્સને ધોવાથી તેનું મટીરિયલ ખરાબ થાય છે અને તે પાણીને બરબાદ પણ કરે છે. ત્યારે કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે જીન્સને એક નવી જીન્સને ધોવા માટે પહેલા છ મહિના સુધી સમય આપવો જોઇએ. તમે જેટલા લાંબા સમય સુધી જીન્સ ધોશો નહીં તો તમારું જીન્સ વધારે એટલું સારું લાગશે.
જો તમે તમારા જીન્સને જલ્દી ધોવો છો તો જીન્સનો કલર એક સાથે જતો રહે છે. જેનાથી એક સરખો લીલો કલર સપાટ જોવા મળશે. જીન્સને કીટાણુઓથી બચાવવા માટે તમારા જીન્સને આખી રાત ફ્રીઝમાં મૂકી રાખો.

વેબદુનિયા પર વાંચો