ઘરેણાની ચમકને જાળવી રાખવા માટે તેમની યોગ્ય કેર કરવી ખૂબ જરૂરી છે. દરરોજ ઘરેણા પહેરવાથી તેની ચમક ઓછી થવા માંડે છે. આથી આપણે ઘરેણાને પૉલિશ કરાવીએ છે. ઘણી વાર કોઈ પાર્ટી કે ફંકશન પર જવું હોય તો પણ ઘરેણાને પૉલિશ કરવાનો સમય નથી મળતો. આવા સમયે તમે તેને ઘરે જ સાફ કરી શકો છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે ઘરેલૂ વસ્તુઓના ઉપયોગ કરી ઘરેણાને સાફ કરી શકો છો.