તાવમાં લાભકારી - જો તમે તાવ આવવાથી પરેશાન છો અને બધી સારવાર કર્યા પછી પણ આરામ નથી મળી રહ્યો તો તમે ભીના મોજાવાળો નુસ્ખો અજમાવી શકો છો. આ માટે તમે એક વાસણમાં 2 ગ્લાસ પાણી લઈને તેમા સોડા મિલાવવો પડશે. હવે તેમા એક જોડી મોજાને પલાળીને પાણી નિતારી લો. હવે આ મોજાને પહેરીને સૂઈ જાવ. થોડી જ વારમાં તમારા શરીરનુ તાપમાન ઓછુ થવા માંડશે.
કફમાંથી અપાવે છુટકારો - જો તમારા છાતી અને ગળામાં થનારા કફથી પરેશાન છો તો આ નુસ્ખો અજમાવી શકો છો. એક વાસણમાં 2 કપ દૂધ, એક ચમચી મધ અને 2 મોટી ડુંગળી કાપીને મિક્સ કરી દો. તેને 15 મિનિટ આમ જ રહેવા દો. હવે તેમા એક જોડી મોજા પલાળીને વધારાનું પાણી કાઢી નાખો. આ મોજાને પહેરીને આખી રાત સૂઈ જાવ. ડુંગળી અને દૂધના એંટીબૈક્ટેરિયલ અને એંટી ઈફ્લેમેંટરી ગુણ કફને હળવો કરીને બહાર કાઢી નાખશે.
પાચનની સમસ્યા - તમારી પાચનનઈ સમસ્યાનો સમાનો કરવા માટે આ રીત અપનાવો. એક વાસણમાં પાણી, કાળુ જીરુ અને વરિયાળી મિક્સ કરીને 15 મિનિટ સુધી ઉકાળો. હવે આ મિશ્રણમાં મોજાને પલાળીને નિતારી લો અને પહેરીને સૂઈ જાવ. આવુ કરવાથી તમારી પાચનની સમસ્યા એક કલાકમાં જ દૂર થઈ જશે.
કબજીયાતથી છુટકારો - જો તમને અવારનવાર કબજીયાતની સમસ્યા પરેશાન કરે છે તો આ નુસ્ખો અજમાવો. અડધી ચમચી વાટેલુ માખણ, અડધુ સફરજન, એક ચમચી મધ અને એક ચમચી અળસીને એક પાણીથી ભરેલા વાસણમાં મિક્સ કરી લો. હવે મોજાને આ મિશ્રણમાં મિક્સ કરીને પાણી નીતારી લો. આ મોજાને આખી રાત પહેરીને સૂવાથી સવારે તમારુ પેટ સાફ થઈ જશે.