કાચા પપૈયાનું આ ડ્રિંક સાંધાના દુ:ખાવાને કરશે છૂ મંતર

શનિવાર, 25 જૂન 2016 (12:26 IST)
પગની આંગળીઓ, ઘૂંટણ અને એડીમાં દુ:ખાવો થવાનો મતલબ લોહીમાં યૂરિક એસિડની માત્રા વધી ગઈ છે. જ્યારે આ યૂરિક એસિડ આપણા હાથ અને પગના જોઈંટસમાં જામી જાય છે તો તેને ગાઉટની બીમારી કહે છે. જો તેને આપણે નજરઅંદાજ કરીએ તો ઉઠવા-બેસવામાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આવામાં તમે કાચુ પપૈયુ  અને પાણીથી તૈયાર ડ્રિંક પીને આ બીમારીથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ આ સ્પેશ્યલ ડ્રિંકને કેવી રીતે બનાવવામાં આવે છે. 
 
1. બે લીટર પાણી ઉકાળી લો. 
2. એક મધ્યમ સાઈઝનુ કાચુ પપૈયુ લઈને તેને સારી રીતે ધોઈ લો. 
3. પછી પપૈયાની અંદરના બીયા કાઢીને તેના નાના નાના ટુકડા કરી લો. 
4. આ પપૈયાના ટુકડાને ઉકાળીને પાણીમાં નાખી 5 મિનિટ સુધી ઉકાળો. 
5. પછી તેમા 2 ચમચી ગ્રીન ટી ના પાન નાખીને થોડો વધુ સમય ઉકાળો. 
6. હવે પાણીને ગાળીને ઠંડુ કરી લો અને દિવસભર તેને પીતા રહો. 

વેબદુનિયા પર વાંચો