આપણા ચેહરા પર નાકની આજુબાજુ કેટલાક છિદ્ર હોય છે. જેને સાઈનસ કહે છે. તેમા સંક્રમણને સાઈનોસાઈટિસ કે સાઈંસ જ કહેવામાં આવે છે. જ્યારે સાઈનસનુ સંક્રમણ થાય છે તો તેના લક્ષણ આંખો પર અને માથા પર અનુભવાય છે. માથાના દુખાવો થતા નમવાથી અને સૂવાથી વધે છે.
- ચહેરા પર દુખાવાનો અહેસાસ
- સાયનસમાં દબાણ અને દુખાવાનો અહેસાસ
- નાક જામ થવાનો અહેસાસ-કફ-ગળામાં ખારાશ
- માથાનો દુખાવો અને ક્યારેક ક્યારેક તાવ પણ
સાયનસ માટે થનારો સૌથી સરળ ઉપાય ઓપરેશન છે. પણ મોટાભાગના બાબતોમાં આ સફળ થતુ નથી. તેથી ચાલો આજે અમે તમને સાઈનસ સંક્રમણને દૂર કરવાના ઘરેલુ નુસ્ખા..
1. એક ચમચી મેથી દાણાને એક કપ પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ આ પાણીને ગાળી લો. ચા ની જેમ પાણી પીવો ફાયદો થશે.
2. અડધો કપ પાણીમાં થોડા ટીપા યુકેલિપ્સ તેલના નાખો. આ પાણીને ઢાંકીને ઉકાળો. ફરી સ્ટીમ લો. આ સાઈનસ માથાના દુખાવાથી તરત રાહત આપવાનો નુસખો છે.
3. જ્યારે સાઈનસની સમસ્યા વધી જાય તો સરગવાની સિંગોનુ સૂપ, ડુંગળી. લસણ કાળા મરી અને આદુ નાખીને બનાવો. આ સૂપને ગરમ ગરમ પીવાથી ખૂબ લાભ થાય છે.
4. ડુંગળીનો રસ નાકમાં નાખવાથી સાઈનસના માથાના દુખાવામાં તરત રાહત મળે છે.
5. કમળ જડ. આદુ અને લોટને મિક્સ કરી લેપ બનાવો. આ લેપને રાત્રે સૂતા પહેલા નાક અને માથા પર લગાવો. સવાર થતા જ તેને ગરમ પાણીથી ધોઈ લો.
6. રોજ કાચા લસણની એક કળી ખાવાથી પણ સાઈનસ ઈફેક્શનથી રાહત મળે છે.